Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

શીખા તલસાણિયાને એમેઝોન પ્રાઇમ ઓરિજિનલ સિરીઝ ગોર્મિંટમાં મહત્ત્વની ભૂમિકા

મુંબઈ: ફિલ્મ વીરે દી વેડિંગથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી શીખા તલસાણિયા એમેઝોન પ્રાઇમ ઓરિજિનલ સિરીઝ ગોર્મિંટમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાની છે. આ સિરીઝમાં શીખા સાથે માનવ કૌલ અને ગિરીશ કુલકર્ણી મહત્ત્વના કિરદારોમાં જોવા મળશે. રાજનૈતિક વ્યંગ એવી આ ગોર્મિંટ સિરીઝમાં અભિનેત્રી માનવ કૌલની ટીમની પ્રમુખ સભ્યોમાંની એક હશે. પોતાના ભાગનું શૂટિંગ શીખાએ શરૂ કરી દીધું છે. શીખાએ જણાવ્યું હતું કે લાંબા સમય બાદ કંઈક અલગ કરી રહી છું. મારી આગામી વેબ સિરીઝ માટે હું અતિ ઉત્સાહમાં છું. આ સિરીઝમાં કોમેડી પણ છે અને એક સંદેશ પણ છે.

(4:16 pm IST)