Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

હિન્દી મીડિયમની સિક્વલમાં જોવા નહીં મળે સબા કમર

મુંબઈ:હિન્દી મીડિયમ ફિલ્મને બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક ગણવામાં આવે છે. ઈરફાન ખાન અને સબા કમર અભિનિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. ત્યારે હવે આ ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી પણ શરુ કરી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે સિક્વલનું શુટિંગ ઓગસ્ટ મહિનાથી શરુ થઈ જશે. સુત્રોએ દાવો કર્યો છે કે આ ફિલ્મમાં ઈરફાન ખાનને રીપીટ કરવામાં આવશે. જોકે ઓરિજિનલ ફિલ્મમાં ઈરફાનની પત્નીની ભૂમિકા ભજવનાર પાકિસ્તાની અભિનેત્રી સબા કમર સિક્વલમાં જોવા નહીં મળે. થોડા સમય પહેલા જ સબાએ આ ફિલ્મની સિક્વલમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે તેની ઇચ્છા અધુરી જ રહેશે. માનવામાં આવી રહ્યુ છે કે ફિલ્મની સ્ટોરી એક દાયકો આગળ વધશે. ૫ વર્ષની પ્રિયાને ૧૫ વર્ષની દર્શાવવામાં આવશે, તેમજ ફિલ્મની સ્ટોરી એકદમ નવા રુપ સાથે આગળ વધશે. 

(5:14 pm IST)
  • લ્યો બોલો.. રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાસે સ્માર્ટફોન નથી!!: વૈજ્ઞાનિકો અને એકેડમિક હસ્તિઓ સાથે મુલાકાત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે તેની પાસે સ્માર્ટ નથી : કુર્શતોવ પરમાણુ શોધ સંસ્થાના પ્રમુખે પોતાના ભાષણમાં જણાવ્યું કે, 'દરેકના ખિસ્સામાં સ્માર્ટફોન હોય છે.' : ગયા વર્ષે પુતિને જણાવ્યું હતું કે, તેને સોશ્યલ મિડીયા ઉપર આવવામાં રસ નથી access_time 4:09 pm IST

  • સુરતમાં મુસ્લિમ મહિલાઓની રેલી નીકળીઃ બિલ રદ કરવા માંગણી : નવા ત્રિપલ તલાકના બિલના વિરોધમાં નવસારી પછીઃ જમિયતે ઉલમાએ હિન્દના નેજા હેઠળ મહિલાઓની રેલી access_time 4:08 pm IST

  • માલદીવના રાજકીય સંકટમાં બે ભારતીય પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પત્રકારો જાણીતી ન્યૂઝ એજન્સી AFPમાં કામ કરતા હતા. મળતા અહેવાલ મુજબ અમૃતસરના મણી શર્મા અને લંડનમાં રહેતા ભારતીય મૂળના પત્રકાર આતિશ રવજી પટેલની માલદીવના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. access_time 9:43 pm IST