Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પ્રારંભે ખુબ મોટો પડકાર હતોઃ સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હાએ બોલીવૂડમાં દબંગ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ ફિલ્મમાં આવતાં પહેલા તેણે ત્રીસ કિલો વજન ઘટાડ્યું હતું. તે પહેલા ૯૦ કિલોની હતી. વજન બાબતે તેને ઘણી વખત ટીકાનો ભોગ પણ બનવું પડ્યું છે. સોનાક્ષીએ તાજેતરમાં કહ્યું હતું કે મારી વેસ્ટ સાઇઝ ભલે ગમે તેવી હોય, પણ મને હમેંશા જાડી જ કહેવામાં આવી છે. મને આ સારું નહોતું લાગતું, એ ત્યારે કે જ્યારે હું ખરેખર વજનદાર હતી. પણ બોલીવૂડમાં એન્ટ્રી પહેલા મેં ખુબ મહેનત કરી હતી અને વજન ઘટાડ્યું હતું. મને ખબર હતી કે અભિનેત્રી બનવું હોય તો સારું દેખાવું જરૂરી છે. પણ હવે મને ખુશી છે કે હિરોઇનોની બાબતમાં રૂઢીવાદિતા હવે ધીમે-ધીમે ખતમ થઇ રહી છે. પણ પ્રારંભે મારા માટે ત્રીસ કિલો વજન ઓછુ કરવું એ ખુબ મોટો પડકાર હતો. હું એક સમયે ખુબ જાડી હતી, પણ હવે મેં ભરપુર વજન ઘટાડી લીધું છે. મને હમેંશા મારી જાત પર ભરોસો રહ્યો છે. હું ભલે ગમે તેવી દેખાવ પણ મને એ વાત પર જરાય શંકા નથી કે હું ખુબ જ હોશિયાર છું. તમારી આવડત તમારા વજન સાથે સંબંધીત નથી. ટેલેન્ટ જ મહત્વનું હોય છે.

(10:00 am IST)