Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

'ગલીબોય'માં રણવીરસિંહ અને આલિયાનો જબરદસ્ત ગ્લેમર લૂક

વેલેન્ટાઇન ડેના દિવસે આવશે મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ

મુંબઇ તા. ૯: એનર્જીથી ભરપુર કલાકારમાં જેની ગણના થાય છે તે રણવીરસિંહની સિમ્બા સુપરહિટ નિવડી છે હવે તેની ફિલ્મ 'ગલીબોય' આવી રહી છે. આ ફિલ્મમાં બબલી આલિયા ભટ્ટ સાથે તેની જોડી જબરદસ્ત દેખાઇ રહી છે. રણવીર અને આલિયાની ફ્રેશ એનર્જી સોૈને આકર્ષી રહી છે. બંને કલાકાર હવે ગ્લેમરસ લૂકમાં જોવા મળશે. રણવીરસિંહ અને આલિયા ભટ્ટ અગાઉ એક એડ ફિલ્મમાં સાથે કામ કરી ચુકયા છે. હવે બંનેની જોડી મોટા પરદે જોવા ચાહકો ઉત્સુક છે.

નિર્માતાઓએ ફિલ્મના ટીઝરના રૂપમાં એક મ્યુઝિક વિડીયો રિલીઝ કર્યો છે. જેમાં રણવીર હિપહોપ સોંગ ગાતો દેખાય છે. ફિલ્મ રિલીઝ પહેલા જ વાહવાહી મેળવી રહી છે. ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મના પોસ્ટરમાં 'અપના ટાઇમ આયેગા' નામની ટેગલાઇન છે એ પણ આકર્ષક બની છે. ફિલ્મમાં રણવીરસિંહ ધારાવીની ઝૂપડપટ્ટીમાં રહેતાં એવા યુવાનની ભુમિકામાં છે જે રૈપર છે. આલિયા લવ ઇન્ટરેસ્ટની ભુમિકામાં છે. આ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મમાં સિધ્ધાંત ચતુર્વેદી અને કલ્કી કોચલીન મુખ્ય ભુમિકામાં છે. એકસેલ એન્ટરટેઇનમેન્ટ અને ટાઇગર બેબી દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન જોયા અખ્તરે કર્યુ છે. (૧૪.૫)

 

(11:38 am IST)