Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

કન્ફર્મ : વરૂણ, કિયારા અને ભૂમિ એક સાથે નજરે પડશે

શશાંક ખેતાનની ફિલ્મમાં ત્રણેય નજરે પડશેઃ ધર્મા પ્રોડક્શનમાં બનનાર ફિલ્મ રોમેન્ટિક ફેમિલી રહેશે

મુંબઇ,તા. ૮: હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ,બદ્રીનાથ કી દુલ્હનિયા અને ધડક જેવી ફિલ્મોના નિર્દેશક શશાંક ખેતાન હવે નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ નવી ફિલ્મમાં કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. જેમાં વરૂણ ધવન, કિયારા અડવાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. શશાંકની આ ફિલ્મનુ નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યુ નથી. જો કે અન્ય કલાકારોની પણ પસંદગી કરી લેવામાં આવી છે. નામને લઇને  ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. કિયારાની સાથે ધર્મા પ્રોડક્શન સતત ત્રણ ફિલ્મ કરનાર છે. આના માટે સમજુતી કરવામાં આવી ચુકી છે. જેમાં પ્રથમ ફિલ્મ ગુડ ન્યુઝ અને બીજી ફિલ્મ શશાંક ખેતાનની ફિલ્મ છે. શશાંકે સૌથી પહેલા ફિલ્મની પટકથા વરૂણ ધવનને સંભળાવી હતી. વરૂણને ફિલ્મની પટકથા ખુબ જ પસંદ પડી હતી. તે ફિલ્મ કરવા માટે તરત જ તૈયાર થઇ ગયો હતો. વરૂણની સાથે ફરી એકવાર આલિયા ભટ્ટની જોડી જોવા મળનાર હતી. જો કે આલિયાની પાસે ડેટ્સ ન હોવાના કારણે તેની પસંદગી કરી શકાઇ નથી. વરૂણની પસંદગી કરવામાં આવ્યા બાદ શશાંકે ભૂમિ અને કિયારાને પણ પટકથા અંગે વાત કરી હતી.

ફિલ્મમાં બંને કામ કરવા માટે તૈયાર થયા બાદ હવે ફિલ્મ આગળ વધી રહી છે. શશાંક આ ફિલ્મને ત્રણ મહિનામાં પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. કારણ કે આ ફિલ્મ બાદ વરૂણ તરત જ શ્રીરામ રાઘવનની ફિલ્મમાં કામ કરનાર છે. જે વોર પર આધારિત ફિલ્મ રહેશે.વરૂણ અને કિયારાની જોડી ફરી એકવાર ધુમ મચાવવા માટે હવે તૈયાર થઇ રહી છે. ભૂમિ પણ શાનદાર રોલમાં દેખાશે. 

(11:34 am IST)