Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સુશાંત સિંહની ફિલ્મ 'સોન ચીડિયા'નું ટીઝર લોન્ચ

મુંબઈ:સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ’ આજે જ્યાં સિનેમાઘરોમાં રીલીઝ થઈ ચુકી છે, તો બીજી તરફ તેની આગામી ફિલ્મ ‘સોન ચિડિયા’નું ટીઝર રીલીઝ થઈ ચુક્યું છે. નિર્દેશક અભિષેક ચૌબેની આ ફિલ્મ બીહડ અને ડાકુઓ પર બની છે, જેમાં સુશાંત, ભૂમિ પેડણેકર, મનોજ બાજપેયી, અરૂણ શૌરી અને આશુતોષ રાણા જેવા એક્ટર્સ જોવા મળશે. ટીઝરમાં આ તમામ એક્ટર્સની ઝલક સ્પષ્ટ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત પહેલીવાર ડાકુનાં પાત્રમાં જોવા મળશે. ટીઝરનાં પહેલા સીનમાં જ તે ગોળીઓ મારતો જોવા મળી રહ્યો છે.

(4:55 pm IST)