Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ધ કપિલ શર્માના શોના બીજા ગેસ્ટ બનશે દીપવીર

મુંબઈ:કોમેડિયન કપિલ શર્મા ફરી એકવાર ટીવીના પરદા પર દર્શકોને હસાવવા તૈયાર છે. તે ધ કપિલ શર્માની બીજી સિઝન લઈને આવવા તૈયાર છે. તેના પહેલા એપિસોડમાં બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન મહેમાન હશે, જ્યારે બીજા એપિસોડમાં રણવીરસિંહ સામેલ થશે. જેમાં રણવીર પોતાની ફિલ્મ સિમ્બાનું પ્રમોશન કરશે. તેની સાથે સારા અલી ખાન પણ ભાગ લે તેવી સંભાવના છે. આ ઉપરાંત કપિલના શોમાં દીપિકા પદુકોણ પણ આવશે તેવા સમાચાર છે. કપિલના લગ્ન ૧૨ ડિસેમ્બર, ૨૦૧૮ના છે. ત્યાર બાદ આ શો જાન્યુઆરીના મધ્યમાં આવે તેવી શક્યતા છે.

(4:54 pm IST)