Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઝરીન ખાને નોંધાવી પૂર્વ મેનેજર વિરુદ્ધ ફરિયાદ

મુંબઈ:ઝરીન ખાન આજકાલ ચર્ચામાં છે. તેણે પોતાના ભૂતપૂર્વ મેનેજર અંજલિ આસ્થા વિરુદ્ધ ગુરુવારે મોડી રાતના FIR નોંધાવી છે. તેણીએ મેનેજર પર કથિત રૂપે દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ઝરીનને તેના મેનેજર સાથે પૈસાને કારણે વિવાદ થયો હતો. મેનેજરે ઝરીનને વેશ્યા કહીને બોલાવી હતી. ઝરીન અને તેની મેનેજર વચ્ચે મેસેજ દ્વારા વાતચીત થઈ હતી. જેમાં અંજલિએ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને વેશ્યા પણ કહી હતી. ઝરીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેનેજર મારી છબી બગાડવા માટે છે. આથી તેની વિરુદ્ધ આ પગલાં લેવા જરૂરી હતા.

(4:53 pm IST)