Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મિડનાઇટ વિથ મેનકા નામની ગુજરાતી ફિલ્મમાં સ્ટારના સંઘર્ષ, ઉતાર-ચઢાવની વાર્તાઃ મલ્હાર ઠાકર અને નરેશ કનોડીયા સાથે જોવા મળશે

અમદાવાદઃ એક પછી એક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી રહેલો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક્ટર મલ્હાર ઠાકર છવાઈ ગયો છે. હાલમાં તેની એક ફિલ્મશરતો લાગુથિયેટરમાં ચાલી રહી છે ત્યારે તેની બીજી ફિલ્મમિડનાઈટ વિથ મેનકારિલીઝ થઈ ગઈ છે.

સાથે બે સુપરસ્ટાર

મિડનાઈટ વિથ મેનકાએ એક સુપરસ્ટારની ફેક બાયોપિક છે. જેમાં એક સ્ટારનો સંઘર્ષ અને ઉતાર ચઢાવ બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે ઈશા કંસારા, હાર્દિંક સંગાણી, વિનિતા મહેશ જોવા મળશે. દર્શકોને સરપ્રાઈઝ આપતા ફિલ્મમાં મિલેનિયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા પણ જોવા મળશે.

મલ્હારના મેન્ટર તરીકે નરેશ કનોડિયા

ફિલ્મમાં સુપર સ્ટારનો રોલ કરી રહ્યો છે. જેની જીંદગીમાં અનેક તબક્કા એવા પણ આવે છે જેમાં તે નિરાશ અને હતાશ થાય છે. તબક્કે નરેશ કનોડિયાની ફિલ્મમાં એન્ટ્રી થાય છે અને મલ્હારને એક્ટિંગ કરિયરમાં કમબેક કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

(4:52 pm IST)