Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મૂવી રિવ્યૂ : મિડનાઇટ્સ વિથ મેનકા : ફિલ્મમાં ઉત્તમ મેસેજ સાથે કોમેડી જમાપાસુ : હ્યુમર અને ઇમોશનનો ડોઝ

મુંબઈ તા. ૮ : 'શું થયું', 'છેલ્લો દિવસ', 'લવની ભવાઈ', 'પાસપોર્ટ'અને તાજેતરમાં જ આવેલી 'શરતો લાગુ'પછી મલ્હાર ઠાકર અભિનિત ફિલ્મ 'મિડનાઈટ્સ વિથ મેનકા'રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર પોતે એક ગુજરાતી સુપરસ્ટાર તરીકે જ જોવા મળશે. આ એક સુપરસ્ટારની ફેક બાયોપિક છે. જે પોતાનું કરિયર જમાવવા માટે એક ફેક ન્યૂઝની મદદ લે છે. પરંતુ આગળ જતાં આ જ ફેક ન્યૂઝ તેના ગળાનો ગાળિયો બની જાય છે. તેમાંથી છુટવા માટે તે કેવા પ્રકારનો સંઘર્ષ કરે છે અને આ દરમિયાન કેવા ઉતાર ચડાવ આવે છે? આખરે આ મેનકા કોણ છે ? મલ્હારની લાઈફમાં તે શું ભાગ ભજવે છે ? તે જોવા માટે તમારે થિયેટરમાં જ જવું પડશે.

આ ફિલ્મમાં એક એકટરની જિંદગીની અંદર ડોકિયું કરતી સ્ટોરી દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત આ ફિલ્મ એક સારો મેસેજ પણ આપે છે. આ ફિલ્મમાં નાટક અને ૭૦MM પડદા પરનું કોમ્બિનેશન સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી સામાન્ય છે પરંતુ તેને જે રીતે પડદા પર રજૂ કરવામાં આવી છે. તે વખાણવાં લાયક છે. ફિલ્મમાં અનેક ક્ષણો એવી આવે છે. જે એક સુપરસ્ટારની ઝાકઝમાળભરી લાઈફ પર તમને વિચારવા પર મજબૂર કરી દે છે. મેનકા તમને વિદ્યા બાલનની 'તુમ્હારી સુલુ'ની યાદ અપાવે છે.

ફર્સ્ટ હાફમાં સ્ટોરી થોડી નબળી પડતી જણાય છે પરંતુ ફિલ્મનો બીજો હાફ તમને જકડી રાખે છે. ફિલ્મનું એડિટીંગ હજુ વધારે સારી રીતે કરી શકાયું હોત. આ ઉપરાંત ફિલ્મમાં અનેક વસ્તુ એવી છે. જેનું રિપિટેશન પણ ટાળી શકાયું હોત. ઓવરઓલ આ ફિલ્મની વાત કરવામાં આવે તો ડિરેકટર વિરલ શાહે ઉત્તમ પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મને રશ્મિન મજીઠીયાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં અંતે એક શાનદાર અને ઈમોશનલ મેસેજ પણ આપવામાં આવ્યો છે.

ફિલ્મની કોમેડી તેનું સૌથી ઉત્ત્।મ જમાપાસું છે. હાર્દિક સંગાણી અને મલ્હાર ઠાકરની કેમેસ્ટ્રી ફિલ્મની USP છે. ઈશા કંસારાએ મલ્હારની ગર્લફ્રેન્ડના રોલમાં સારો ન્યાય આપ્યો છે તો મલ્હારની ધીરગંભીર અને સમજદાર બહેનના રોલમાં વીનિતા મહેશના એકસપ્રેશન્સ લાજવાબ છે. આ કલાકારો ઉપરાંત સપોર્ટિંગ રોલમાં સીનિયર એકટર મેહુલ બુચ, આશીષ કક્કર, પાર્થ ઓઝાએ પણ કેરેકટરને સારી રીતે ન્યાય આપ્યો છે.

ઙ્ગઆ બધાં જ કલાકારો ઉપરાંત ફિલ્મમાં નરેશ કનોડિયાનો ગેસ્ટ અપિરિયન્સ દર્શકોને મજા કરાવી દે છે. ઓવરઓલ ફિલ્મમાં હ્યુમર અને ઈમોશનનો ડોઝ છે. જે પ્રેક્ષકોને કંટાળાજનક નહિ લાગે.(૨૧.૨૦)

(4:17 pm IST)
  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST