Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કેદારનાથ : ગાજ્યા મેહ વરસ્યા નહીં : ડેબ્યુ ફિલ્મમાં સારાનો સ્કીન કોન્ફિડેન્સ દમદાર

નમો નમો હે શંકરા, આદિ દેવ શંકરા... ગીતે રમઝટ બોલાવી : યુ-ટયૂબ ઉપર ૨ કરોડ લોકોએ નિહાળ્યું

અમદાવાદ તા. ૮ : બેતાબના ૩૫ વર્ષ પછી અમેઝીંગ અમૃતાની ડોટર સુપર સારાની ડેબ્યૂ મૂવી એટલે કેદારનાથ. કેદારનાથમાં સુશાંતસિંહ રાજપૂતની સારા સાથેની કેમેસ્ટ્રી કે પછી ડિઝાસ્ટરની વિઝયુઅ્લ ઇફેકટસ કરતાંય વધુ દમદાર છે સારાનો સ્ક્રીન કોન્ફિડેન્સ. નો ડાઉટ સારાએ હજુ ઘણું જ વર્કઆઉટ કરવાનું છે પણ કમ સે કમ તે કેદારનાથથી એટલો સંકેત જરૂર આપે છે કે અ સ્ટાર ઇઝ બોર્ન!

ઙ્ગમૂવીનો ફર્સ્ટ હાફ રોમેન્ટિક છે. એઝ એકસપેકટેડ પહેલાં હાફમાં સુશાંત અને સારા વચ્ચે ઉત્તરાખંડની આંખોને ઠંડક આપતી ખીણો અને નદીઓના સૌંદર્યની વચ્ચે પ્રેમ પાંગરે છે. બટ પહેલો હાફ ડોમિનન્ટ કરે છે નટખટ મુક્કુના પાત્રમાં સારા અલી ખાન અને કેમરાના કસબી તુષાર કાન્તિ રોયની સિનેમેટોગ્રાફી. પહેલીવાર સુશાંત અહી સાવ ફલેટ લાગે છે. તમે તેમા કંઇ જ નવું નહી જુઓ. ઓન ધ ડિરેકશન ફ્રન્ટ અભિષેક કપૂરનો પણ ખાસ કોઇ કમાલ દેખાતો નથી. બાકીના બધાં કલાકારો પણ ઠીકઠાક છે. મૂવીના બન્ને લીડ કેરેકટર અલગ અલગ ધર્મના છે. બન્ને વચ્ચે પ્રેમ થાય છે અને પણ એ પછી જે કંઇપણ થાય એમાં કંઇ નવીનતા નથી. સ્ક્રીનપ્લે પણ સ્ટીરિયોટાઇપ છે. કેટલીક સિકવન્સ અગાઉ જોયેલી હોય તેવી જ છે. એટલે કોઇ નાવીન્ય વિના જ મૂવી આગળ ધપતી જાય છે. સારા જેટલીવાર સ્ક્રીન પર આવે એટલી મોમેન્ટ્સ કૂલ છે.

ઙ્ગ કેદારનાથમાં વર્ષ ૨૦૧૩માં હજારોના જીવ લઇ જનારા મેઘતાંડવના ઘટનાક્રમને અહી વણી લેવાયો છે. એટલે સ્વાભાવિક છે. બીજા પાર્ટમાં ડિરેકટર અભિષેક કપૂરને વિઝયુઅ્લ ઇફેકટસ પર વધુ આધારિત રહેવું પડ્યું છે. વિઝયુઅ્સ ઇફેકટસ જો કે ઠીકઠાક છે પણ સ્ક્રીન પ્લેમાં બીજા પાર્ટમાં ઓર લોચા છે. બીજા ભાગની બે-ત્રણ સિકવન્સ તો એકદમ વાસી આઇડિયા આધારિત છે. થોડી ક્રિએટિવીટી કે નવીનતા લાવવાનો પ્રયાસ કરાયો હોત તો મૂવી રસપ્રદ બની શકે તેમ હતું. એમાંય કલાઇમેટિક સિકવન્સ તો એકદમ પ્રિડિકટેબલ અને મેલોડ્રામેટિક છે.

જોકે ભગવાનને સમર્પિત 'નમો નમો' ગીત જબ્બર પ્રચલિત બન્યું છે. યુ-ટયૂબ ઉપર આજ સુધીમાં લગભગ ૨ કરોડ લોકો (૧૯ મિલીયન)એ સાંભળ્યું છે. જય હો જય હો શંકરા, આદિ દેવ શંકરા... આ ગીત ભારે ધૂમ મચાવી રહ્યું છે. 

મૂવીમાં ગીત કોઇ યાદ રહી જાય એવું નથી. જો કે એક-બે ગીત સિકવન્સને અનુરૂપ હોવાથી નડતર જેવા લાગતા નથી. કયાંય કોઇ ટ્વીસ્ટ કે થ્રીલ નાખવાનો પ્રયાસ થયો જ નથી. પ્રેમ ધર્મ કે કશું જોતો નથી એવો હજારવાર અપાઇ ચૂકેલો મેસેજ આપવા અને જાણે કે સારા અલી ખાનને લોંચ કરવા જ મૂવી બની હોય એવું લાગે છે. કેમ કે સુશાંતસિંહ કરતાંય સારા જ અહી સેન્ટર સ્ટેજ છે. ઓવરઓલ ઉત્તરાખંડના મસ્ત મજાના લોકેશન્સ, ખળખળ વહેતી નદી, પહાડીના લીલાછમ ઢોળાવ અને એવું બધું !

સારાની મા અમૃતાની પહેલી મૂવી બેતાબ પણ આવા જ મસ્ત મજાના પહલગામ, કાશ્મીરના લોકેશનમાં ફિલ્માવાઇ હતી જે સ્થળ પાછળથી બેતાબ વેલી તરીકે ઓળખાવા લાગ્યું !) સાથે સારા અલી ખાનની મજા કરાવે એવી નખરાળી અદાઓ માટે આ મૂવી એકાદવાર જોઇ શકાય. બહુ ઉતાવળ ન હોય તો રાહ જુઓ કોઇપણ ઓનલાઇન પ્લેટફોર્મ પર જલદી જ આવી જશે!(૨૧.૨૧)

(4:16 pm IST)
  • કલેકટરના નામે નાણાં પડાવતો શખ્સ ઝડપાયો મહેસાણાના ઉધોગપતિને કલેકટરના નામે માંગ્યા હતા દોઢ લાખ : રાજેશ ત્રિવેદી નામના શખ્સ ની એલસીબી પોલીસે અમદાવાદ થી ઝડપી લીધો : રાજેશ ત્રિવેદી નામના આરોપીનો ગુનાહિત છે ભૂતકાળ : આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે ૧૦ હજારના જામીન પર કર્યો મુકત access_time 11:34 am IST

  • તેલંગણાના ૨૨ લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી ગુમ :દેશના મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રજાની માફી માગી :તેલંગણાના કુલ મતદારોના ૮ ટકા જેટલા મતો મતદાર યાદીમાંથી ગુમ થઈ ગયા છે access_time 10:13 pm IST

  • કોંગ્રેસ કાર્યકર જગદીશ શર્મા અને ઇડીએ આજે છોડી મુકેલ છે. :તેમણે કહ્યું હતું કે ઈડીએ મારી ઉપર રોબર્ટ વાડ્રાનું નામ આપવા ભારે દબાણ કર્યું હતું.:આજે સવારે ઈડી દ્વારા જગદીશ શર્માની ધરપકડ કરી આખો દિવસ પૂછપરછ કરવામાં આવી હતી access_time 10:12 pm IST