Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં સતીશ કૌશિક નેવી ઓફિસરની ભૂમિકામાં દેખાશે

મુંબઈ :સલમાન ખાનની મહત્વકાંક્ષી અપકમિંગ ફિલ્મ 'ભારત'માં સતીશ કૌશિક પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે. તેઓ ફિલ્મમાં એક નેવી ઓફિસરનું પાત્ર ભજવી રહ્યો છે.ફિલ્મના સેટ પરથી સતીશનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે નેવીના ડ્રેસમાં દેખાઇ રહ્યા છે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે સલમાને સતીશના દિગ્દર્શન હેઠળ 2003માં બનેલી ફિલ્મ 'તેરે નામ'માં કામ કર્યું હતું.

 ભારતમાં ભજવાતા પાત્ર વિશે સતીશ જણાવે છે કે, 'મારા મિત્ર રાકેશ ગુપ્તા અને તેના ભાઈ અશોકે આ પાત્ર ભજવવામાં મારી મદદ કરી છે. મેં મારુ 100 પર્સેન્ટ આપ્યું છે. આશા છે દર્શકો મારા પાત્રને પસંદ કરશે અને ફિલ્મ દર્શકોની આશાઓ પર ખરી ઉતરશે.

(4:16 pm IST)