Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર

સંમતિ વગરના સેક્સથી દુઃખ થવું જોઈએ સંમત્તીસ સાથેના સંબંધની આલોચના આવકાર્ય નથી

મુંબઈ :એકતા કપૂરને વારંવાર તેમના શોઝ અથવા ફિલ્મોનાં કોન્ટેંટને લઈને ક્રિટીસાઇઝ કરવામાં આવે છે. એકતાએ મુંબઇમાં મીડિયા ઇન્ટરેક્શન દરમિયાન તેમના આલોચલોને જવાબ આપ્યો છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે જે તમારા વિશે આલોચના સાંભળો છો તેના પર તમારો શું જવાબ છે? તેના પર તેઓએ જવાબ આપ્યો કે 'મને સેક્સ દેખાડીને ખુબ ખુશી થાય છે. ઑન-સ્ક્રીન સેક્સ દેખાડવામાં કોઈ સમસ્યા નથી.આપણે બધાને સેક્સથી સમસ્યા ન હોવી જોઈએ. મને મારા દેશથી સમસ્યા છે કારણ કે આપણાં ખાવાના દાંત બીજા છે અને દેખાડવાનાં પણ બીજા. આપણે સંમતિ વગરના થતા જાતીય સેક્સથી દુ:ખ થવું જોઈએ. સંમતિ સાથે અને પડદા પર તેની આલોચના આવકાર્ય નથી.

(11:58 am IST)
  • ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના વડા કેશુભાઈ પટેલને તાવ અને કફને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. access_time 10:15 pm IST

  • રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો :નલિયા ૧૧.૭ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર :પોરબંદર અને મહુવામાં ૧૨.૫ ડિગ્રી તાપમાન :અમરેલી ૧૩.૧ ડિગ્રી, વડોદરા ૧૩.૪ ડિગ્રી, ડીસા ૧૩.૯ ડિગ્રી, રાજકોટ ૧૪.૬ ડિગ્રી:સુરત ૧૫.૨ ડિગ્રી, અમદાવાદ ૧૫.૯ ડિગ્રી access_time 1:34 am IST

  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST