Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મનોજ જોશી અભિનિત ગુજરાતી ફિલ્મ ''મિ.કલાકાર'' ૧૫મીએ થશે ગુજરાતમાં રિલીઝ

ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત લોન્ચ કરશેઃ પારિવારીક ફિલ્મ

રાજકોટ,તા.૮: આગામી તા.૧૫ નવેમ્બરના રોજ ભરત સેવક પ્રસ્તુત, જીજ્ઞા સેવક, મનાલી સેવક, હેમ સેવક નિર્મિત મનોજ આહીર પ્રોડકશન દ્વારા એક અનોખી ફિલ્મ ગુજરાતભરમાં રજુ થવા જઈ રહી છે જેનું નામ છે. 'મિ.કલાકાર'

આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ જગતના નામાંકિત કલાકાર ફિરોઝ ઈરાની દિગ્દર્શક તરીકે પદાર્પણ કરવા જઈ રહ્યા છે. ફિરોઝ ઈરાની અભિનેતા તરીકે પણ ભાગ લઈ રહ્યા છે. આ ફિલ્મ દ્વારા ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની સૌપ્રથમવાર હિરો તરીકે પ્રસ્તુત થઈ રહ્યા છે. ઉપરાંત હિરોઈન તરીકે પૂજા ઝવેરી, નામાંકીત કલાકારો સર્વશ્રી મનોજ જોશી, અદી ઈરાની, મયુર ચૌહાણ, રાગી જાની, જીગ્નેશ મોદી, જય ભટ્ટ, ભાવિની જાની, મનાલી સેવક અભિનયના ઓજસ પાથરી રહ્યા છે.

આ ફિલ્મના ડીઓપી તપન વ્યાસ, એકઝીકયુટીવ પ્રોડયુસર મનોજ આહીર, સંગીત સંજીવ, દર્શન ઓસમાણ મીર, બેકગ્રાઉન્ડસ્કોર, અનામિક ચૌહાણ, એડીટર સંજય સંકલા, પોસ્ટ પ્રોડકશન પોસ્ટ હાઉસ સ્ટુડીઓ, કોકોનટ મુવીસ છે.સહ કલાકારોમાં ચેતન છાયા (રાજકોટ), નિર્મિત છાયા (રાજકોટ), પ્રીતિ મહેતા (અમદાબાદ), રાધા રાજીવ મહેતા (અમદાવાદ) , અતુબેન ત્રિવેદી (અમદાવાદ), મનીષભાઈ વસાવડા (અમદાવાદ), કપિલભાઈ ધોળકિયા (અમદાવાદ), કશ્યપભાઈ વછરાજાની (અમદાવાદ), જય વિઠલાની (જામનગર) છે. ગુજરાતી ફિલ્મ 'મિ.કલાકાર' ચાહકો માટે ભરપુર મનોરંજક ફિલ્મ અને સંપૂર્ણ પરિવાર સાથે માણવા લાયક હોવાનું જણાવાયું છે.

(3:35 pm IST)