Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

નવા રોલ માટે આલિયા ભટ્ટ છે ઉત્સાહિત

અભિનેત્રી આલિયા ભટ્ટ સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'ગંગુબાઇ કાઠીયાવાડી'ને કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ગંગુબાઇનું પાત્ર ભજવવા માટે આલિયા ભરપુર મહેનત કરી રહી છે. તે આ રોલને કારણે ખુબ જ ઉત્સાહિત છે. તે ત્રીજી વખત પ ફિલ્મ માટે અન્ય ભાષા શીખવાનું કામ કરી રહી છે. આ ફિલ્મના પોતાના પાત્રને ન્યાય આપવા આલિયા ગુજરાતી કાઠીયાવાડી ભાષા શીખી રહી છે. અગાઉ તેણે ફિલ્મ ૨-સ્ટેટ્સ માટે તમિલ ભાષા અને રાઝી માટે ઉર્દૂ ભાષા પણ શીખી હતી. આલિયાની ગંગુબાઇ કાઠીયાવાડી ફિલ્મ આગામી વર્ષમાં અગિયારમી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. હાલમાં આલિયા પાસે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે. જેમાં તેની સાથે રણબીર કપૂર છે. તો કરણ જોહરની તખ્તમાં પણ તેનો રોલ છે. કરણની જ સ્ટુડન્ટ ઓફ ધર યરથી ૨૦૧૨માં બોલીવૂડમાં એન્ટ્રી કરનારી આલિયાએ આજે બોલીવૂડમાં પોતાની મહેનત, અભિનયથી ટોચનું સ્થાન મેળવી લીધું છે.

(10:22 am IST)