Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

'એકથી બેગમે' સૌને કર્યા પ્રભાવિત : અદ્ભુત રિસ્પોન્સ : દેશભરમાં ચર્ચા

બેગમે સૌના દિલ જીતી લીધા

 

મુંબઇ,તા. ૮ : 'એકથી બેગમ' આ વખતે વધુ ભવ્ય, વધુ બોલ્ડ અને બેટર હોવાની વાત સાથે દરેક લોકો સંમત થઇ રહ્યા હોય એમ લાગે છે. લાખો દર્શકોનાં દિલ જીતનારી દ્વિભાષિક એમએકસ ઓરિજિનલ સિરીઝ 'એક થી બેગમ ૨' દેશભરમાંથી અદભુત રિસ્પોન્સ મેળવીને અવ્વલ એન્ટરટેઇનમેન્ટ એપ માટે વધુ એક અવ્વલ શો બની રહ્યો છે એમ લાગે છે.

'આશ્રમ', 'ભૌકાલ' અને 'રકતાંચલ' વગેરે જેવી પ્લેટફોર્મ પરની સૌથી હિટ સિરીઝ સાથેની હરોળમાં આવેલી અનુજા સાઠે સ્ટારર આ સિરીઝમાં હિંમતબાજ મહિલા અશરફ ભાટકર એક સુખી ગૃહિણીમાંથી શાંત અને ગણતરીબાજ લીલા પાસવાનમાં કેવી રીતે ફેરવાય છે અને તેના પતિની હત્યાનું વેર વાળવા માટે અન્ડરવર્લ્ડ ડોન મકસૂદની દુનિયાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. એની વાત છે.

સચિન દરેકર અને વિશાલ મોઢાવે દિગ્દર્શિત આ સિરીઝનો જૂજ સિરિયલ્સમાં સમાવેશ થાય છે કે જેની પ્રથમ સીઝનને પણ ભરપૂર પ્રેમ મળ્યો હતો અને દર્શકોની અપેક્ષામાં ખરી ઉતરી હતી. આ વિશે અનુજા સાઠે કહે છે. 'અશરફ સામાન્ય રીતે જોવા મળતા હીરો જેવી નથી, પરંતુ તે ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળતા મજબૂત મહિલા મુખ્ય પાત્રોામાંથી એક છે. તેણે પુરૂષોની દુનિયામાં ડર અથવા નિષ્ફળતા સામે નહીં ઝૂકીને આત્મવિશ્વાસ બનાવ્યો છે. મને એ જાણીને ખુશી થાય છે કે આ સિરીઝ એકએકસ પ્લેયર પર બહુ અદભુત કામ કરી રહી છે અને પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાતા શોઝમાંથી એક છે.

રિયલ ઘટનાઓથી પ્રેરિત આ ક્રાઇમ થ્રિલર 'એક થી બેગમ-૨' ડ્રામા, એકશન અને વેરવૃતિથી ભરપૂર છે અને પ્રતિભાશાળી એકટર્સ શહાબ અલી, અજય ગેહી, ચિન્મય માંડલેકર, વિજય નિકમ, રેશમ શ્રીવર્ધનકર, રાજેન્દ્ર શિરસાટકર, નઝર ખાન, સૌરાસેની મૈત્રા, લોકેશ ગુપ્તે મીર સરવાર, પૂર્ણદા વાંદેકર, રોહન ગુર્જર મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ ફ્રીમાં સ્ટ્રીમ કરો, ખાસ એમએકસ પ્લેયર પર.

(9:58 am IST)