Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અભિનેતા અભિષેક બચ્ચન દિલ્હીમાંઃ કુતુબમિનારમાં ફિલ્મનું શુટિંગઃ બાળપણમાં અમે દિલ્હી આવતા ત્યારે કુતુબમિનાર જવુ અમારા પ્રવાસનો મુખ્ય ભાગ હતો

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન હાલમાં દિલ્હીમાં છે અને અહીં પ્રસિદ્ધ સ્મારક કુતુબ મિનારમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. અભિષેકે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર કેટલિક પોસ્ટ કરી, જેમાં તેમણે કુતુબ મિનારની તસવીરો શેર કરી છે.

તસવીરોની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું, 'બાળપણમાં જ્યારે પણ અમે દિલ્હી આવતા હતા કો કુતુબ મિનાર જવું અમારા પ્રવાસનો એક મુખ્ય ભાગ રહેતો હતો. આટલા વર્ષો બાદ પણ તે આટલો સુંદર છે અને શાનદાર રીતે તેને મેન્ટેન કરવામાં આવ્યો છે.'

અભિષેકની જયપુર પિંક પેન્થર્સ ટીમના મુખ્ય કોચ શ્રીનિવાસ રેડ્ડીએ ફિલ્મના સેટ પર તેમને આમંત્રિત કરવા માટે 'પા'ના અભિનેતાનો આભાર માન્યો હતો. રેડ્ડીએ કહ્યું, 'પોતાની આગામી ફિલ્મના શૂટિંગ સ્થળ પર અમને આમંત્રણ આપવા માટે આભાર સર. ખુબ સારૂ લાગી રહ્યું છે.' અભિષેક કથિત રીતે શહેરમાં 'ધ બિગ બુલ'નું શૂટિંગ કરી રહ્યો છે. તેની પાછલી ફિલ્મો જેમ કે, 'દિલ્હી-6', અને 'ઝૂમ બરાબર ઝૂમ'નું શૂટિંગ દિલ્હીમાં થયું હતું.

(5:12 pm IST)