Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ગાયિકા નાની પણ મોટાઓના દિલ જીત્યા

મુંબઇઃ સિંગિંગ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગરમાં એક ૯ વર્ષની બાળકીએ એવું કારનામું કર્યું કે જોવા વાળા પર હેરાન થઇ ગયા હતા.  સિંગિંગ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગરમાં એક પછી એક કંટેસ્ટેંટ જોરદાર પરફોર્મ આપ્યું હતું. જેમાં નાના-નાના બાળકોનું પરફોર્મન્સ જોઇને શોમાં હાજર તમામ લોકો હેરાન થઇ ગયા હતા. કંટેસ્ટેંટની વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં ૬ કંટેસ્ટેંટ ફાઇનલ થયા હતા. જેમાં પ્રીતિ ભટ્ટાચાર્જી, મૌલી, સ્નેહા શંકર, હર્ષિત નાથ,અંકોના મુખર્જી અને નિષ્ઠા શર્મા શામેલ હતા. જેમાં નિતિન કુમાર, સલમાન અલી, જયોતિકા તંગરી અને સચિન કુમાર વાલ્મિકી આ ચારને કંટેસ્ટેંટરના કેપ્ટન બનાવાયા હતા. આ શોને સિંગર હિંમેશ રેશમિયા, અલ્કા યાગ્નિક અને જાવેદ અલીએ જજ કર્યો હતો.   ૯ વર્ષની પ્રીતિ ભટ્ટાચાર્જીએ હાજર ઓડિયન્સના દિલ જીતી લીધા હતા. અને આ શોની વિજેતા બનતાં તેમને ટ્રોફીની સાથે રૂપિયા ૧૫ લાખનો ચેક આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રીતિ શરૂઆતથી જ જોરદાર પરફોર્મન્સ આપી રહી હતી. એક તરફ આ સિંગિંગ સુપરસ્ટાર શો પુરો થઇ ગયો છે. ત્યાં બીજી તરફ એવા સમાચારો છે કે,'ઇન્ડિયન આઇડલની સિઝન-૧૧' ને અનુ મલિક, વિશાલ ડડવાની અને નેહા ક્કકડ જજ કરશે.

(3:58 pm IST)