Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મુવી રીવ્યુ :સૂર્યાંશ : ગુન્હાઓ ઘટાડવા ગુંડા સામે લડતો પ્રામાણિક પોલીસમેનની કથા:ગબજના એકશન સિક્વન્સ

મુંબઈ ;ફિલ્મ સૂર્યશનું મુખ્ય પાત્ર કરણ એક પ્રામાણિક અને પ્રતિબદ્ધ પોલીસમેન છે જે શહેરમાં ક્રાઈમ ઓછો કરવા માટે ગુંડાઓ સાથે લડે છે. આ ફિલ્મ કરણના મેન્ટર વિક્રમ રાણા અંગે છે. પોલીસને આશંકા છે કે વિક્રમ રાણા જ શહેરમાં ફેલાયેલા ગુંડારાજ પાછળનું મોટું માથુ છે પરંતુ કરણને આ અંગે કોઈ જાણ નથી. આવામાં કરણ શહેરમાં ઘટતા કેટલાંક બનાવોની તપાસ કરે છે. તેમાં વિક્રમ રાણાના પુત્ર જયદેવ રાણાની હત્યાના બનાવનો પમ સમાવેશ થાય છે. તે જેમ જેમ તપાસમાં ઉંડો ઉતરતો જાય છે તેમ તેમ કોકડું ગૂંચવાતુ જાય છે. તે જેના પર વિશ્વાસ કરે છે તે બધા ગુનામાં સંડોવાયેલા હોય તેવુ લાગે છે અને તપાસનું કોઈ પરિણામ હાથ લાગતુ નથી. સત્યની આ શોધમાં પ્રેસ રિપોર્ટર અદિતિ અને સબ ઈન્સ્પેક્ટર જહાંગીર ખાન તેને સાથ આપે છે.

ફિલ્મનું ટ્રેલર જોઈને તો લાગે છે કે ફિલ્મ ધમાકેદાર એક્શન-પેક્ડ ક્રાઈમ થ્રિલર હશે. પરંતુ સૂર્યાંશ દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરતી નથી. તેનું મુખ્ય કારણ છે ફિલ્મની ધીમી ગતિ. બીજુ નબળુ પાસુ એ છે કે તમે ફિલ્મની વાર્તા આસાનીથી પ્રેડિક્ટ કરી શકો છો જે કોઈપણ થ્રિલર ફિલ્મ માટે સારી બાબત નથી. વળી, ફિલ્મમાં સ્પોન્સર કરાયેલી બ્રાન્ડ ઉડીને આંખે વળગે છે જે અમુક સમય પછી દર્શકોને અકળાવનારી લાગે છે.

જો કે ગુજરાતીમાં એક્શન પેક્ડ થ્રિલર બનાવવા માટે ડિરેક્ટર જોડી કમલ પટેલ અને સચિન દેસાઈને ક્રેડિટ આપવી જ રહી. સચિન દેસાઈએ ફિલ્મને કેમેરામાં સારી કંડારી છે પરંતુ એડિટિંગ હજુ સારુ હોત તો ફિલ્મ જોવાની મજા આવત. ચિંતન પંડ્યાના ડાયલોગ્સ અને સ્ક્રીન પ્લે ઠીકઠાક છે. ફિલ્મનું મ્યુઝિક ઘણું સારુ છે. ખાસ કરીને બે ગીત મહુવા અને ડોન્કી મંકી ડક તથા ટાઈટલ ટ્રેક સૂર્યાંશ સારા બન્યા છે અને ફિલ્મમાં સારી રીતે ભળી જાય છે.

રફોર્મન્સની વાત કરીએ તો ફ્રેડી દારૂવાલાએ ઘણું સારુ કામ કર્યું છે. ખાસ કરીને એક્શન સિક્વન્સમાં તે દર્શકોના દિલ જીતી લે છે. તેની અને હીના અચ્છરાની જોડી સ્ક્રીન પર સરસ લાગે છે. વિક્રમ રાણાના રોલમાં મેહુલ બુચ અલગ જ અવતારમાં જોવા મળે છે. તે પરદા પર પાવરફૂલ લાગે છે અને તેના દરેક સીનને એનર્જીથી ભરી દે છે. અલ્પના બુચ, જય ભટ્ટ, પ્રશાંત બારોટ અને વિક્કી શાહના પરફોર્મન્સ પણ ઘણા સારા છે. આશિષ કક્કડ અને નિમ્રિત વૈષ્ણવે ગ્રે શેડ વાળા પાત્રો ઘણી સહજતાથી ભજવ્યા છે.

(12:32 am IST)