Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

બિગ બોસ-12: અનુપ અલગ થતા જસલીનના બદલાયા સૂર :શિવાશીષ સાથે વધારી નિકટતા

 

બિગ બૉસમાં સલમાને અનુપ જલોટા અને જસલીનને અલગ કરતાં અનુપને સીક્રેટ રૂમમાં મોકલ્યાં હતાં. જસલીન અન્ય સભ્યો સાથે બિગ બૉસ હાઉસમાં છે. તેવામાં ઘરના સભ્યોને લાગી રહ્યું છે કે અનુપ જલોટા ઘરમાંથી બહાર ચાલ્યાં ગયાં છે. પરંતુ તેમને તે ખ્યાલ નથી કે અનુપ સિક્રેટ રૂમમાં છે. અનુપ સિક્રેટ રૂમમાંથી બધા સભ્યોને જોઇ રહ્યાં છે અને સાથે તેમની નજર જસલીન પર પણ છે.

  અનુપના ગયાં બાદ જસલીન શિવાશીષની વધુ નિકટ આવી રહી છે. શિવાશીષ ચેન્જિંગ રૂમમાં જસલીનની સામે શર્ટલેસ થઇ જાય છે. તેવામાં શ્રીસંત ત્યાં પહોંચે છે અને તે શિવાશીષને કહે છે કે, શું થઇ રહ્યું છે અને અનુપજીના જવાની સાથે જસલીન સામે હરકતો કરવાનું શરૂ કરી દીધું છે.

(9:22 pm IST)