Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ફરી એકવાર સાથે સ્પોર્ટ થયા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા

મુંબઈ:મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે સારું બોન્ડિંગ છે અને બંને એક બીજાની ઘણા નજદીક હોવાનું કહેવાય છે. સામાન્યપણે બંને સાથે હોય એવા ફોટા જ્વલ્લે જ જોવા મળે છે, પરંતુ તાજેતરમાં આ બીજો અવસર હતો જેમાં મલાઇકા અને અર્જુન સાથે કેમેરામાં કેદ થયા હોય. હકીકતમાં શનિવારે સંદીપ ખોસલાના ઘરે એક પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં મલાઇકા જ નહીં, શ્રીદેવીની પુત્રી ખુશી અને અનિલ કપૂરની નાની દીકરી રિયા પણ ઉપસ્થિત રહી હતી. ઓગસ્ટ મહિનાના અંતમાં લેક્મે ફેશન વીકમાં અર્જુન અને મલાઈકા સાથે રેમ્પ પર જોવા મળ્યા હતા. મલાઈકા તાજેતરમાં પટાખા ફિલ્મના આઇટમ સોંગમાં જોવા મળી હતી.

(5:34 pm IST)