Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

નવા શોની કપિલે કરી જાહેરાત

મુંબઈ:કપિલ શર્માએ ટ્વિટર પર નવો શો લઈને આવી રહ્યો હોવાનું એલાન કર્યું છે. કપિલના આ એલાનને કારણે ચાહકોમાં ખુશીની લહેર ફરી વળી છે. એ સાથે અનેક સેલિબ્રિટીઝ પણ એના કમબેક પર ટ્વિટ કરીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કપિલ શર્માએ ટ્વિટમાં લખ્યું છે, ‘ધ કપિલ શર્મા શો લઈને જલદી આવી રહ્યો છું, માત્ર સોની ટીવી પર.’ તો ભારતી સિંહે લખ્યું, આવી જાઓ… કપિલ શર્મા સાથે કોમેડિયન કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ પણ જોવા મળશે. કપિલ શર્માની વાપસી પર જાણીતા શાયર રાહત ઇંદોરીએ ખુશી જાહેર કરતા ટ્વિટ કર્યું કે, ‘કભી મહક કી તરહ હમ ગુલોં સે ઊડતે હૈ, કભી ધુએં કી તરહ પર્બતો સે ઊડતે હૈ. યે કૈંચિયા હમેં ઊડને ખાક રોકેગી, કે હમ પરોં સે નહીં… હૌસલોં સે ઊડતે હૈં.’

(5:34 pm IST)