Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

કથક ડાન્સર વીરૂ કૃષ્‍ણાનું મુંબઇમાં નિધનઃ વીરૂ કૃષ્‍ણાએ ડાન્‍સની સાથોસાથ ૯૦ ના દાયકામાં અનેક ફિલ્‍મોમાં કામ કર્યુ હતુ

નવી દિલ્હી :શનિવારે જાણીતા કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ કથક ડાન્સર હતા. તેમણે બોલિવુડના અનેક સ્ટાર્સ જેમ કે જુહી ચાવલા, કૈટરીના કૈફ, કરણવીર બોહરાને ડાન્સ શીખવાડ્યું હતું. પોતાના ડાન્સની સાથે સાથએ વીરુ કૃષ્ણાએ 90ના દાયકાની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ રાજા હિન્દુસ્તાની, ઈશ્ક, હમ હૈ રાહી પ્યાર કે અને અકેલે હમ અકેલે તુમ જેવી ફિલ્મોમાં દર્શકોના મનમાં એવી છાપ છોડી હતી, કે તેઓ તેમને આજે પણ યાદ કરે છે.

તો ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં તેમની સાથે કામ કરનારી એક્ટ્રેસ નવનીત નિશાને ફેસબુક પર તેમના નિધનથી શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘મારા પ્રિય વીરુ કૃષ્ણા, ઈશ્વર તમારી આત્માને શાંતિ આપે. હું વિશ્વાસ નથી કરી રહી કે તમે હંમેશા માટે અમને છોડીને જતા રહ્યાં છો. તમે ન માત્ર મહાન કથક ડાન્સર હતા, પરંતુ એક શાનદાર વાર્તાકાર પણ હતા. હું તમને હંમેશા યાદ કરીશ મારા મિત્ર...’

(1:16 pm IST)