Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

હવે વાણી કપુર અને રિતિક રોશનના ગીતની લોકપ્રિયતા

ફિલ્મ વોરનુ પ્રથમ ગીત લોંચ કરતા ઉત્સુકતા : અનેક ફિલ્મોની ઓફર થઇ હોવાનો વાણી કપુરનો દાવો

મુંબઇઃ અભિનેત્રી વાણી કપુર અને રિતિક રોશનનુ વોર ફિલ્મનુ પ્રથમ ગીત જારી કરવામાં આવ્યા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. તેમની કેમિસ્ટ્રી પણ જોરદાર રીતે દેખાઇ રહી છે. વોર ફિલ્મ બીજી ઓક્ટોબરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના ઘુંઘરુ તુટ ગયે ગીતની લોકપ્રિયતા વધી રહી છે.  રિતિક રોશનની સાથે રહેલી ફિલ્મનુ નામ શુ રહેશે તેને લઇને  પહેલા ભારે ચર્ચા હતી. જો કે હવે તમામ ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મનુ નામ વોર રાખવામાં આવ્યા બાદ આને લઇને નવી ચર્ચા શરૂ થઇ હતી.   ફિલ્મમાં તેની સાથે બે એક્શન સ્ટાર કામ કરી રહ્યા છે. જેમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફનો સમાવેશ થાય છે. વાણી  કપુરને  સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી હોવા છતાં તે ફિલ્મો સાઇન કરી રહી નથી.   વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તે મિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે પ્રમાણમાં કરવા માટે ઇચ્છુક છે.  તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે.  આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે.  બેફિક્રેમાં નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે.

(12:57 pm IST)