Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગિરીશ કર્નાડની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

મુંબઈ:પત્રકાર ગૌરી લંકેશની હત્યાની પહેલી પુણ્યતિથિએ રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં શરીર પર મી ટુ અર્બન નક્સલ પોસ્ટર ધારણ કરીને આવનાર ખ્યાતનામ લેખક અને પ્લેરાઇટ ગિરીશ કનાર્ડની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. બેંગ્લરૃની હાઈકોર્ટના વકીલે કર્નાડની સામે ફરિયાદ દાખલ કરાવી છે.ગૌરી લંકેશ ખૂન કેસના બચાવ પક્ષના વકીલ એનપી અમૃતેશે કહ્યું કે ગર્દન ફરતે આવું પોસ્ટર ધારણ કરીને આવીને તેમણે નક્સલીઓની ગુનાઇત પ્રવૃત્તિઓ અને હિંસાને ઉત્તેજન આપ્યું છે. કર્નાડ અને બીજા કાર્યકરો લંકેશના ઘરની બહાર યોજવામાં આવેલા પ્રસંગમાં હાજરી આપવા આવ્યાં હતા. પ્રદર્શનકારીઓએ અલગ અલગ શહેરોમાથી થયેલી પાંચ કાર્યકરોની ધરપકડનો વિરોધ કર્યો હતો. ફરિયાદી વકીલે એવું જણાવ્યું કે કોઈ કાર્યક્રમમાં હિંસાજનક ઉશ્કેરણી કરતા પોસ્ટરો પહેરીને આવે શોભાસ્પદ નથી.પોસ્ટર પહેરીને આવવું હિંસાની ઉશ્કેરણી કરવા સમાન છે.તેથી ગિરીશ કનાર્ડની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. તેમણે એવું પણ જણાવ્યું કે પ્રકાશ રાજે, જિજ્ઞોશ મેવાણી જેવા ગૌરી લંકેશના સાથીદારોની સામે પણ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યુ હતું.

(5:08 pm IST)