Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ફિલ્મ 'સુઈ ધાગા'ના પ્રમોશનમાં વ્યસ્ત અનુષ્કા બિલજીંગ ડિસ્ક નામની ગંભીર બીમારીનો શિકાર

આ બીમારીમાં કરોડરજજુથી દુઃખાવો શરૂ થાય છે, જે આખા શરીરમાં પહોંચે છે

મુંબઈઃ બોલિવૂડ હસીના અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલમાં બિલજીંગ ડિસ્ક નામની ગંભીર બીમારીની શિકાર થઇ ચુકી છે. તેમ છતાં તે સતત તેની આવનારી ફિલ્મ 'સૂઈ ધાગા' ના પ્રોમોશનમાં વ્યસ્ત છે. આ બીમારીમાં આખા શરીરમાં દુખાવો થાય છે. તેને હર્નિયેટેડ ડિસ્ક પણ કહેવાય છે.

 ડોકટરો દ્વારા અનુષ્કા શર્માને ૩-૪ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. તેમ છતાં તે આરામ નથી કરી રહી અને ફિલ્મ પ્રોમોશનને લઈને સતત મુસાફરી કરી રહી છે. આ બીમારીમાં સૌ પ્રથમ કરોડરજજુમાં દુખાવો શરૂ થાય છે અને ધીમે- ધીમે શરીરમાં પ્રસરતો જાય છે.(

 

(3:56 pm IST)