Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

આ મહિને જ રિલીઝ થશે દિલ્‍હી ક્રાઇમ-૨

અભિનેત્રી શેફાલી શાહ નેવુના દસકથી અભિનયની દુનિયામાં છે. તેણે ટીવી પરદે ૧૯૯૩માં બનેગી અપની બાત શોથી શરૂઆત કર્યા પછી નયા નુક્કડ, તારા,  હસરતે, રામાયણ સહિતના શો કર્યા હતાં. ૧૯૯૫માં તેણે બોલીવૂડમાં રંગીલા ફિલ્‍મથી એન્‍ટ્રી કરી હતી. સત્‍યા, મોન્‍સુન વેડીંગ સહિતની અઢળક ફિલ્‍મો કરી ચુકેલી શેફાલી કોઇ ઓળખની મોહતાજ નથી. તેની વેબ સિરીઝ દિલ્‍હી ક્રાઇમ ૨૦૧૯માં આવી હતી. જે સુપરડુપર હિટ નિવડી હતી. ત્‍યારથી ચાહકો બીજી સિઝનની રાહમાં છે. ચાહકોની આતુરતાનો હવે ઝડપથી અંત આવશે. આગામી ૨૬મી ઓગષ્‍ટે દિલ્‍હી ક્રાઇમની બીજી સિઝન રિલઝ થશે.  વધુ એક વખત ડીસીપી વર્તિકા ચતુર્વેદીના રોલમાં શેફાલી વિવિધ ક્રાઇમ ઉકેલતી દેખાશે. નીતિ સિંહની ભૂમિકામાં રસિકા દુગ્‍ગલ અને ભૂપેન્‍દ્ર સિંહના રોલમાં રાજેશ તેલંગ જોવા મળશે. એક નિર્દયી ઘટનાને ઉકેલવામાં વર્તિકા અને તેની ટીમ તનતોડ મહેનત કરે છે. ‘દિલ્‍હી ક્રાઇમ'ની પહેલી સીઝનમાં ૨૦૧૨માં થયેલી દિલ્‍હી ગેન્‍ગ-રેપની સત્‍યઘટના પર આધારીત હતી. 

(10:45 am IST)