Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

દમદાર દિપીકા

બોલીવૂડની ખુબસૂરત અભિનેત્રી દિપીકા પાદુકોણ દમદાર અભિનય માટે જાણીતી છે, તો ગ્લેમરસ લૂકને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. તેણે તાજેતરમાં વોગ મેગેઝીન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે તેના કારણે ખુબ ચર્ચામાં છે. ફોટોશૂટમાં દિપીકાનો અંદાજ જબરદસ્ત ખુબસૂરત છે. એક તસ્વીરમાં તેણે ટેબલ પર બેસીને પોઝ આપ્યો છે. જેમાં તેણે કાળા રંગનો ડ્રેસ સાથે ઓવરકોટ પહેર્યો છે. તેના વાળ ખુલ્લા છે. બીજી તસ્વીરમાં તે સાટીના નાઇટસૂટ પહેરેલી દેખાય છે. ચાહકો તેની આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં ગ્રે કલરનું જેકેટ પહેરેલી દિપીકા અત્યંત સુંદર લાગી રહી છે. અન્ય તસ્વીરમાં બ્લુ ડેનિમ વન શોલ્ડર પહેરીને દિપીકા સિલ્વર હિલ્સ સાથે ઉભેલી દેખાય છે. દરેક તસ્વીરમાં તે ગઝબની સુંદર દેખાય છે. દિપીકાની બે ફિલ્મો છપાક અને ૮૩ આવી રહી છે.

 

(10:15 am IST)