Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

પોલીસ ઓફિસરના રોલમાં કિર્તી

ઉરી ધ સર્જિકલ સટ્રાઇકમાં કિર્તી કુલ્હારીના અભિનયને દર્શકોએ વખાણ્યો હતો. હવે તે આગામી ફિલ્મ મિશન મંગલમાં પણ ખાસ રોલમાં જોવા મળશે. એ પછી તે રિભૂ દાસગુપ્તાની ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'માં પોલીસ ઓફિસરનો રોલ નિભાવી રહી છે.  કિર્તીએ અગાઉ રીભૂ સાથે નેટફિલકસની સિરીઝ બાર્ડ ઓફ બ્લડમાં કામ કર્યુ હતું. એ સિરીઝના શુટીંગ વખતે બંને વચ્ચે સારી મિત્રતા થઇ ગઇ છે. કિર્તીને નવી થ્રિલર સ્ટોરી ખુબ પસંદ પડતાં તેણે ફરીથી રીભૂ સાથે કામ કરવાની હા પાડી છે. સોળમી ઓગષ્ટથી કિર્તી ધ ગર્લ ઓન ધ ટ્રેનના કલાકારો સાથે શુટીંગમાં જોડાશે. આ ફિલ્મમાં તે બ્રિટીશ પોલીસ આલિયા કોૈરનો રોલ નિભાવી રહી છે. કિર્તી કહે છે પિન્ક, મિશન મંગલ, ફોર મોર શોટ્સ પછી આ એવો ચોથો પ્રોજેકટ છે જેમાં હું મહિલા કલાકારોસાથે કામ કરી રહી છું.

(10:14 am IST)