Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ફિલ્મો માટે સમજી વિચારીને નિર્ણય નથી લેતો અક્ષય

અક્ષય કુમાર હાલમાં સતત સામાજીક સંદેશા આપતી ફિલ્મો કરી રહ્યો છે. રૃસ્તમ, એરલિફટ, પેડમેન, ટોયલેટ-એક પ્રેમ કથા  સહિતની ફિલ્મો તેમાં સામેલ છે. હવે ગોલ્ડ નામની ફિલ્મ થકી તે હોકીના ખેલાડીની જીવનસફરને પરદા પર લાવી રહ્યો છે. ખિલાડી કુમાર મોટે ભાગે એકશન અને કોમેડી કરતો જોવા મળ્યો છે. પણ છેલ્લા ઘણા સમયથી તેણે સોશિયલ ડ્રામા ફિલ્મો વધુ કરી છે. આવી ફિલ્મોની પસંદગી બાબતે અક્ષય કહે છે કે સમજી વિચારીને આ ફિલ્મો માટેના નિર્ણય નથી લીધા. હું જે કોઇ ફિલ્મ કરું છું તેના પાત્રો મારા દિલમાં વસી જાય છે. કોઇ એક ફિલ્મ કરવા પાછળ ખાસ કારણ હોતું નથી. મેં સામાજીક સંદેશા આપતી જે ફિલ્મો કરી તેની કહાની ખુબ ગમી હતી એટલે કામ કર્યુ હતું. અક્ષય હાલમાં હાઉસફુલ-૪ના શુટીંગમાં વ્યસ્ત છે.

(9:27 am IST)