Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વધુ એક નવી હિરોઇન શ્રેયાનું બોલીવૂડમાં આગમન

બોલીવૂડના પરદે વધુ એક નવી હિરોઇન આવી રહી છે. શ્રેયા ધનવંતરી નામની અભિનેત્રીને ઇમરાન હાસમી સાથે બોલીવૂડના પરદે ચમકવાની તક મળી છે. શ્રેયા બોલીવૂડમાં ભલે પહેલી વખત આવી રહી હોઇ, પણ તેની અભિનય કારકિર્દી વર્ષો જુની છે. શ્રેયાએ વર્ષ ૨૦૧૦માં તેલુગુ ફિલ્મ 'સ્નેહા ગીથમ'માં કામ કર્યુ હતું. એ પછી તે અનેક વેબ સિરીઝમાં અભિનય કરી ચુકી છે. ધ રી-યુનિયન અને યશરાજ ફિલ્મની વેબ સિરીઝ લેડિઝ રૃમમાં પણ તેનો જાનદાર અભિનય હતો. ઇમરાન હાસમીએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક વિડીયો થકી જણાવ્યું હતું કે તેની ફિલ્મ 'ચીટ ઇન્ડિયા' આવી રહી છે. જેમાં તેની સાથે શ્રેયા પણ છે. તેણે શ્રેયાની તસ્વીરો પણ પોસ્ટ કરી હતી. શ્રેયા હૈદરાબાદમાં જન્મી છે અને એન્જિનીયર છે. તેણે અનેક એડમાં પણ કામ કર્યુ છે.

(9:26 am IST)