Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં અદ્વિક મહાજન નેગેટિવ રોલ કરશે

ટીવી અભિનેતા હિન્દી ફિલ્મમાં ચમકશે : આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે

મુંબઈ, તા. ૦૮ : હિન્દી ફિલ્મોમાં હવે ટીવી-જગતના ચહેરા દેખાય તો કોઈ નવાઈ નથી રહી, કારણ કે ઘણા કલાકારોએ ટીવીથી ફિલ્મો સુધીની સફર ખેડી છે જે સફળ રહી છે. ટીવીઅભિનેતા અદ્વિક મહાજન જે છેલ્લે સ્ટાર પ્લસના શો 'દિવ્ય દૃષ્ટિ'માં જોેવા મળ્યો હતો તે પણ હિન્દી ફિલ્મમાં જોેવા મળવાનો છે. અક્ષયકુમારની ઘણા સમયથી રાહ જોેવાય છે એ ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ'માં અદ્વિક મહાજન મહત્ત્વનું પાત્ર ભજવશે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ સીધી ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે અને અદ્વિક એમાં નેગેટિવ ભૂમિકામાં જોેવા મળશે. અદ્વિકે આમ તો ૨૦૦૮માં 'કૉન્ટ્રૅક્ટ' નામની હિન્દી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને એ પછી સાઉથની એક ફિલ્મ પણ કરી છે. જોેકે તેને અભિનેતા તરીકેની ઓળખ કલર્સ ટીવીના શો 'બાની - ઇશ્ક દા કલમા'થી મળી. એ પછી તે અનેક પૉપ્યુલર શોમાં જોેવા મળ્યો છે. અદ્વિકે સોશ્યલ મીડિયા પર 'લક્ષ્મી બૉમ્બ'નું પોસ્ટર શેર કરીને પોતે ફિલ્મનો ભાગ છે એવું જણાવ્યું હતું. આ ફિલ્મ અદ્વિક માટે ટર્નિંગ પોઇન્ટ બની રહેશે એમાં બેમત નથી.

(7:46 pm IST)