Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

હિન્દી ઉપરાંત બીજી ત્રણ ભાષામાં રિલીઝ થશે અજયની ફિલ્મ

બોલીવૂડની મોટી મોટી ફિલ્મો કોરોનાને કારણે અટકી ગઇ છે. ઘણીખરી ફિલ્મો હવે સિનેમા હોલ નહિ ખુલવાને કારણે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા માંડી છે. અજય દેવગણની મેદાન પણ આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેવી વાતો વચ્ચે હવે એ નકકી થઇ ગયું છે કે આ ફિલ્મ સિનેમા હોલમાં જ રિલીઝ થશે. અગાઉ ફિલ્મની તારીખ ૧૧ ડિસેમ્બર-૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી. પરંતુ આ તારીખે ફિલ્મ રિલીઝ થઇ શકે તેમ નથી. હવે આ ફિલ્મ આવતા વર્ષે ૨૦૨૧માં ૧૩ ઓગષ્ટના રોજ રિલીઝ થશે. અમિત શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગણ જાણીતા ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહિમનું પાત્ર ભજવી રહ્યો છે. ઓટીટી પર ફિલ્મ આવી રહી છે એ વાતને નિર્માતાઓએ અફવા ગણાવી દીધી છે. અજયની આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં એક સાથે રિલીઝ થશે. નિર્દેશક અમિત શર્મા અગાઉ બધાઇ હો જેવી ફિલ્મ આપી ચુકયા છે. ચાહકો અજયની આ ફિલ્મ સિનેમાઘરોમાં જ જોવા ઇચ્છતા હતાં. અજય સાથે ફિલ્મમાં પ્રિયામણી, ગજરાજ રાવ, બોમન ઇરાનીના મુખ્ય પાત્રો છે.

(10:12 am IST)