Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ટીવી સ્ટાર ગૌતમનો ઉર્વશી સાથે મુખ્ય રોલ

ટીવી પરદે મહાભારત, કસમ સે, તુજ સંગ પ્રિત લગાઇ સજના, પ્યાર કી યે એક કહાની, દિયા ઓૈર બાતી હમ, ઝલક દિખલા જા, બિગ બોસ, મુઝસે શાદી કરોગે સહિતના શો કરી ચુકેલો અને અગાઉ ઓપરેશન કોબ્રા નામની વેબ સિરીઝમાં કામ કરી ચુકેલો ગોૈતમ ગુલાટી  ફરીથી બોલીવૂડમાં જોવા મળશે. ઉર્વશી રોૈતેલા સાથેની ફિલ્મ વર્જીન ભાનુપ્રિયામાં તે મુખ્ય રોલ નિભાવી રહ્યો છે. આ પહેલા તે ડરપોક, અઝહર, બહેન હોગી તેરી સહિતની ફિલ્મો કરી ચુકયો છે. ગોૈતમે તાજેતરમાં ફિલ્મ વર્જીન ભાનુપ્રિયાના એક દ્રશ્યની તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે-મુબારક નહિ બોલોગે? આ તસ્વીરમાં તે અને ઉર્વશી લગ્ન મંડપમાં ફેરા લેતાં હોય તેવું દ્રશ્ય છે. પહેલા તો ચાહકો ચોંકી ગયા હતાં. પણ પછી ખબર પડી હતી કે ફિલ્મનું આ એક દ્રશ્ય છે. ઉર્વશી આ ફિલ્મમાં કોલેજ ગર્લની ભુમિકામાં છે. જે રૂઢીચુસ્ત છે. છતાં તેને લાગે છે કે કોૈમાર્ય ગુમાવવું જરૂરી છે. પરંતુ જ્યોતિષ તેને કહે છે કે આવું કદી નહિ થાય. પછી જે બને છે એ આ ફિલ્મની કહાની છે. ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ આવશે તેમ નિર્માતા મહેન્દ્ર ધારીવાલનું કહેવું છે.

(10:11 am IST)