Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

તાપસી પન્નુ અનુભવ સિંહા સાથે આગામી ફિલ્મમાં કામ કરશે

મુંબઈ : તાપસી પન્નુની ગણતરી એવી હિરોઇનોમાં થાય છે જે ચેલેન્જિંગ રોલ કરવાનું પસંદ કરે છે. તેની દરેક ફિલ્મ એકબીજા કરતા સાવ અલગ હોય છે. પોતાની કરિયરમાં મુલ્ક, બદલા અને ગેમ ઓવર જેવી જેવી ફિલ્મો કરનાર તાપસીએ પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. તાપસીની આગામી ફિલ્મમાં તે અનુભવ સિંહા સાથે કામ કરી રહી છે.

મુલ્ક અને આર્ટિકલ 15 જેવી દમદાર ફિલ્મો કરનાર અનુભવ સિંહાએ બીજીવાર તાપસી સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે અને ડિરેક્ટર-એક્ટ્રેસની જોડી થપ્પડમાં સાથે કામ કરતી જોવા મળશે. તાપસીએ ટ્વિટ કરીને બહુ ગર્વથી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી છે. જાહેરાત કરતી વખતે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ 8 માર્ચ, 2020ના દિવસે રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મ મહિલા સશક્તિકરણ વિશે વાત કરતી એક મજબુત ફિલ્મ હશે અને એને રિલીઝ કરવા માટે 8 માર્ચ એટલે કે મહિલા દિવસની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ વર્ષે ઓગસ્ટ મહિના અંત સુધી શરૂ થવાની અપેક્ષા છે. તાપસી સિવાય 15 ઓગસ્ટે રિલીઝ થનારી અક્ષયકુમારની મંગલ યાનમાં મળશે. પછી તે 25 ઓક્ટોબરે રિલીઝ થનારી સાંડ કી આંખમાં જોવા મળશે. ફિલ્મમાં તાપસી સિવાય ભૂમિ પેડનેકરનો પણ મહત્વનો રોલ છે.

(5:35 pm IST)