Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

પત્રકારે કંગના રનૌત સમક્ષ આરોપોને સાબિત કરવાનો પડકાર ફેંક્યોઃ પત્રકાર પરિષદમાં ધમાલ

મુંબઈ : કંગના રનૌત અને રાજકુમાર રાવની આગામી ફિલ્મજજમેન્ટલ હૈ ક્યાનજીકના ભવિષ્યમાં રિલીઝ થવાની છે. ફિલ્મના એક ગીત લોન્ચિંગ પ્રસંગે એક પત્રકાર પરિષદમાં ધમાલ મચી ગઈ હતી. અહીં કંગના એક પુરુષ પત્રકાર પર ગુસ્સે ભરાઈ ગઈ હતી. તેણે પત્રકાર પર પોતાને બદનામ કરતી વાતો ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. સામા પક્ષે પત્રકારે કંગના સમક્ષ આરોપોને સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો.

પ્રેસ કોન્ફરન્સજજમેન્ટલ હૈ ક્યાનાં એક ગીતને લોન્ચ કરવા માટે હતી. એમાં ફિલ્મની નિર્માત્રી એકતા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવ પણ ઉપસ્થિત હતાં. કોન્ફરન્સમાં કંગનાએ એક પત્રકારને કહ્યું હતું કે, ‘તુમ તો મેરે દુશ્મન બન ગયેબડી ઘટિયા બાતેં લિખ રહે હો. કીતની જ્યાદા ગંદી બાતે લિખ રહે હો, ઈતના ગંદા સોચતે કૈસો હો’. સાંભળીને તે પત્રકારે કહ્યું કે પોતે સત્ય લખ્યું છે અને રીતનું તેનું વર્તન યોગ્ય નથી. પછી તેમની વચ્ચે બહુ ઉગ્ર ચર્ચા થઈ હતી.

દલીલબાજીને કારણે અન્ય પત્રકારો પણ ગુસ્સા થયા હતા. મામલામાં આખરે કાર્યક્રમનાં સંચાલકો હસ્તક્ષેપ કર્યો હતો અને મામલો ઠંડો પાડ્યો હતો. પછી જે મુદ્દે પત્રકાર પરિષદ બોલાવાઈ હતી વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

(5:35 pm IST)