Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

'બિગ બોસ ૧૩' માટે ૧ એપિસોડ માટે સલમાન અધધ રૂ.૩૧ કરોડ લેશે

કુલ ૨૬ એપિસોડ માટે મળશે ૪૦૩ કરોડ

મુંબઈ, તા.૮: બોલિવૂડનો સુલતાન સલમાન ખાન ટૂંક સમયમાં બિગ બોસ સિઝન ૧૩ હોસ્ટ કરતો જોવા મળશે. હાલમાં આ શો વિશે મોટા સમાચાર વાઇરલ થયા છે. બિગ બોસમાં સલમાન ખાનની ફી અંગે લાંબા સમયથી સમાચાર આવી રહ્યાં છે. કહેવાય છે કે સલમાન બિગ બોસની ૧૩મી સિઝનમાં એક એપિસોડ માટે ૩૧ કરોડ રૂપિયા લેશે.

આ ખુલાસા પ્રમાણે સલમાન આ શો હોસ્ટ કરવા માટે દરેક અઠવાડિયે એક ચોક્કસ રકમ લેવાને બદલે અઠવાડિયાની લગભગ ૩૧ કરોડ રૂપિયા જેટલી મોટી ફી લેવાના પ્લાનમાં છે. આમ, સલમાન 'બિગ બોસ સિઝન ૧૩'ના ૨૬ એપિસોડ હોસ્ટ કરશે અને એ માટે મેકર્સ ૪૦૩ કરોડ રૂપિયા આપશે.

મળતી માહિતી પ્રમાણે બિગ બોસ સિઝન ૧૩માં ભાગ લેવા માટે ચંકી પાંડે, રાજપાલ યાદવ, વરીના હુસૈન, મહાઅક્ષય ચક્રવર્તી, અંકિતા લોખંડે, ડેની ડે, ચિરાગ પાસવાન, મેદ્યના મલિક, રાહુલ ખંડેલવાલ તેમજ હિમાંશ કોહલીનો સંપર્ક કરવામાં આવ્યો છે. હાલમાં સલમાન ખાન પોતાના ટીવી પ્રોડકશનમાં વ્યસ્ત છે. સૂત્રોના મતે, સલમાન 'ધ કપિલ શર્મા શો', 'નચ  બલિયે ૯' તથા 'ગામા પહેલવાન' જેવા ટીવી શો પ્રોડ્યૂસ કર્યાં બાદ હવે કલર્સ ચેનલ તથા એન્ડેમોલ પ્રોડકશન ('બિગ બોસ', 'ખતરો કે ખિલાડી' તથા 'ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટાર' જેવા શોના મેકર્સ) સાથે મળીને એક શો લાવવા માગે છે.

(11:52 am IST)