Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

તાપસીએ સાંડ કી આંખનો લુક શેર કરીને વસવસો વ્યકત કર્યો

તાપસી પન્નુએ 'સાંડ કી આંખ'નો લુક શેર તો કર્યો, પરંતુ સાથે જ વસવસો પણ વ્યકત કર્યો છે. આ ફિલ્મમાં ચન્દ્રો તોમરના પાત્રમાં તાપસી જોવા મળવાની છે. તેની સાથે ભૂમિ પેડણેકર પ્રકાશી તોમરના રોલમાં જોવા મળશે. ફિલ્મનો જે ફોટો તાપસીએ શેર કર્યો છે એમાં તે નવી દુલ્હનના લુકમાં જોવા મળી રહી છે. આ ફોટોની સાથે તાપસીએ પોતાની લાગણી પણ ઉમેરી છે. આ ફોટોને ટ્વિટર પર શેર કરીને તાપસીએ ટ્વીટ કર્યું હતું કે 'ર૦ની ઉંમરમાં લગ્ન થયાં હતાં. મને ખાતરી છે કે ડેટિંગ લાઇફ જ નથી મળી.'

(11:52 am IST)