Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રેખા જ એકમાત્ર મારી સૌથી નજીકની મિત્ર છેઃ મથુરાની કોલેજમાં પ૦ લાખ સાયન્સ લેબ માટે આપ્યા હતાઃ હેમામાલીનીનું ટિવટ

નવી દિલ્હી : 'શોલે' ફિલ્મના સુપ્રસિદ્ધ ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' મહાનાયક અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર પર ફિલ્માવાયું હતું પરંતુ રિયલ લાઇફમાં આ ગીત હેમા માલિની અને રેખા પર ફીટ થાય છે. મથુરાના સાંસદ હેમા માલિનીએ સ્વીકાર્યુ છે કે અભિનેત્રી રેખા જ્યારે રાજ્યસભા સાંસદ હતા ત્યારે તેમણે પોતાનું સાંસદ ફંડ મથુરામાં એક કોલેજના નિર્માણ માટે આપ્યું હતું.

હેમાએ ગુરૂવારે પોતાના એક ટિવટમાં કહ્યું કે મેં મથુરાના આરસીએ કોલેજમાં પ૦ લાખ રૂપિયા સાયન્સ લેબ માટે આપ્યાં (મારા ગત કાર્યકાળમાં મારી ભલામણ પર મારી હેમાએ ગુરૂવારે પોતાના એક ટિવટમાં કહ્યું કે મેં મથુરાના આરસીએ કોલેજમાંં પ૦ લાખ રૂપિયા સાયન્સ લેબ માટે આપ્યા (મારા ગત કાર્યકાળમાં મારી ભલામણ પર આપ્યા હતાં.) આ પૈસાથી કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સારૂ થશે. અભિનેત્રી રેખા ર૭ એપ્રિલ ર૦૧ર થી ર૬ એપ્રિલ ર૦૧૮ સુધી રાજ્યસભા સાંસદ રહ્યાં.

રેખાએ પોતાના સાંસદ ફંડના પ કરોડ રૂપિયામાંથી સવા કરોડ રૂપિયા હેમા માલિનીને આપવાનું વચન આપ્યું હતું. જેમાંથી ૬૮.પર લાખ રૂપિયા મથુરાના પ્રોજેકટ માટે અપાયા. પરંતુ ફંડ અટકી જવાના કારણે અધિકારી આ પ્રોજેકટ પર યોગ્ય રિપોર્ટ તૈયાર કરી શકયા નહીં. હવે મથુરાથી ફરી ચુંટાઇ આવેલા સાંસદ હેમા માલિનીએ આ પ્રોજેકટ પર ભાર ભૂકયો છે અને ફંડ પણ ફરીથી જારી કરાવ્યું છે. રેખા અને હમા માલિનીની મિત્રતાની આ વાર્તા પર વિસ્તૃત ચર્ચા 'હેમા માલિનીઃ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ' બાયોગ્રાફીના લેખક રામકમલ મુખર્જીએ કરી છે. તેમણે લખ્યું છે કે ''જ્યારે રેખાએ મથુરાની બે શાળાઓના નવિનીકરણ અંગે વાત કરી તો સંસદમાં હોબાળો મચ્યો હતો. લોકોએ દાવો કર્યો કે રેખા, હેમામાલિની સાથે મિત્રતાના કારણે આવું કરે છે.''

મુખર્જીએ કહ્યું કે તે સરળ નહતું. હેમા માલિનીની બાયોગ્રાફી મુજબ ''રેખા મરી સહેલી છે, આમ છતાં હું સીધી રીતે ફોન કરી શકતી નહતી. મેં તેમના સેક્રેટરીને''

મુખર્જીઅ કહ્યું કે તે સરળ નહતું. હેમા, માલિનીની બાયોગ્રાફી મુજબ ''રેખા મારી સહેલી છે, આમ છતાં હું સીધી રીતે ફોન કરી શકતી ન હતી. મેં તેમના સેક્રેટરીને સ્થિતિ અંગે જાણ કરી. ત્યારે રેખાએ રમન ગર્લ્સ ડિગ્રી કોલેજ માટે ૩પ લાખ અને કસ્તુરબા ગાંધી ગર્લ્સ કોલેજ રેિસિડેન્શિયલ સ્કુલ માટે ૧ર લાખ રૂપિયા આપ્યાં''

રેખા અને હેમા  માલિની બંને પોતાના સમયની દિગ્ગજ અભિનેત્રીઓ રહી છે બંનેએ 'ગોરા ઔર કાલા', 'જાન હથેલી પે' અને ર૦૧૦માં આવેલી :ફિલ્મ 'સદીયા'માં કામ કર્યું છે. આ ઉપરાંત બંને દક્ષિણ ભારતથી છે. આમ સ્થિતિ અંગે જાણ કરી. ત્યારે રેખાએ રમત ગર્લ્સ ડિગ્રી કોલેજ માટે૩પ લાખ અને કસ્ુતરબા ગાંધી ગર્લ્સ કોલેજ રેસિડેન્શિયલ સ્કુલ માટે ૧ર લાખ રૂપિયા આપ્યાં''

રેખા અને હેમા માલિની બંને પોતાના સમયની દિગ્ગજ અભિનેત્રીઓ રહી છે બંનેએ 'ગોરા ઔર કાલા', 'જાન હથેલી પે' અને ર૦૧૦માં આવેલી ફિલ્મ 'સદીયા' માં કામ કર્યું છે આ ઉપરાંત બંને દક્ષિણ ભારતથી છે. આમ જોઇએ તો હેમા અને રેખાની દોસ્તી દાયકા જુની છે. એક ઇન્ટરવ્યુમાં હેમા માલિનીએ કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેખા જ એકમત્ર તેમની સૌથી નજીકની મિત્ર' છે.

(6:16 pm IST)