Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ડિજિટલ માધ્યમમાં જોડાવવામાં મને રસ છે: આલિયા ભટ્ટ

મુંબઇ:  આલિયા ભટ્ટ  એક્સપરિમેન્ટલ અભિનેત્રી તરીકે  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. આ યુવાન અભિનેત્રી  દરેક  વિષય અને પાત્ર પર હાથ અજમાવવા  તૈયાર હોય છે. થોડા મહિનાઓ પહેલા આલિયાએ ડિજિટલ માધ્યમ માટે કહ્યુ હતું કે, '' બે-ત્રણ સીરીઝ સાથે મારી વાતચીત ચાલી રહી છે. પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. મને ડિજિટલ માધ્યમ સાથે જોડાવામાં રસ છે.''આલિયાન ે ડિજિટલ માધ્યમ સાથે  સંકળાવાનો  રસ છે. આલિયા બરાબર જાણે છે કે,  આ માધ્યમમાં અલગ અલગ  વિષય અને ઓડિયન્સ હોય છે. તેથી તેને  આ  માધ્યમમાં કામ કરવામા ં રસ છે. આલિયાનો વિવિધ વેબ સીરીઝ  માટે સંપક ર્ કરવામાં આવ્યો હતો, તેને સ્ક્રિપ્ટ પણ પસંદ પડી હોવા છતાં તેણે સાઇન કરી નહીં. મનોરંજન દુનિયાના લોકોનું માનવું છે કે, આલિયા પાસે વેબ સીરીઝ માટે ફાળળવા તારીખ જ નથી,તેની પાસ ે એક પછી એક  ફિલ્મો છે.હાલ તે  'બ્રહ્માસ્ત્ર માટ શૂટિંગ કરી રહી છે. ત્યાર બાદ તે 'સડક ટુ' અને એ પછી ઇન્શાલ્લાહ' જેવી યોજના શરૂ કરશે.

(6:00 pm IST)
  • રાજકોટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની વિમાની સેવા હવે અઠવાડીયામાં ૩ દિવસ જ ઉડશે : જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૯૦ દિવસ માટે આ કાપ ઝીંકાયો છે : મંગળ - ગુરૂ - શનિવારે ફલાઈટ ચાલુ રહેશે access_time 5:48 pm IST

  • પીએમ મોદીને માલદીવનું સર્વોચ્ચ સન્માન મળશે : વડાપ્રધાન આજથી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસેઃ માલદીવે જાહેર કર્યું છે કે અમે વડાપ્રધાન મોદીનું માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન-ઇજુદીનથી અભિવાદન કરશું: પીએમ રવિવારેશ્રીલંકા જવાના છે. access_time 3:37 pm IST

  • કર્ણાટક કેબીનેટનું ૧૨ જુન બુધવારે વિસ્તરણ થશે : આગામી ૧૨ જુનના રોજ કર્ણાટકની જેડીએસ કોંગ્રેસ સરકારનું વિસ્તરણ થશે. ૧૨ જુને સવારે ૧૧ાા વાગે મુખ્યમંત્રી કુમારસ્વામી ગવર્નરને મળશે. ધારાસભ્યોમાં પ્રવર્તમાન અસંતોષ ડામવા આ પગલુ ભરાઇ રહયાનું મનાય છે. access_time 3:37 pm IST