Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

44ની થઇ બોલીવુડની ફિટનેસ કવિન શિલ્પા શેટ્ટી

મુંબઇ:  વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો આજે આઠમી જૂને બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ શિલ્પા... આ અભિનેત્રી આજે ૪૪ વર્ષની થઇ.એક સમયે આજના ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે એ પરણી રહી હોવાની વાતો વાઇરલ થઇ હતી. જો કે એ શક્ય બન્યું નહીં. ૨૦૦૯માં શિલ્પાએ વેપારી રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં અને આજે એમને એક સુંદર પુત્ર છે. રાજ કુન્દ્રાના આ બીજાં લગ્ન છે.શિલ્પા મનોરંજન ઉપરાંત સ્પોર્ટ સાથે પણ સંકળાયેલી હતી. એના પતિએ આઇપીએલની એક ક્રિકેટ ટીમ પણ રાખી હતી. જો કે પાછળથી વિવાદ સર્જાતાં એ બંને આ સ્પોર્ટમાંથી ખસી ગયાં હતાં.એક સમયે શિલ્પાએ એવો આક્ષેપ કર્યો હતો કે એની સાથે પોલિટિક્સ રમાઇ રહ્યું છે અને ફિલ્મ સર્જકો એને એક પછી એક ફિલ્મમાથી કાઢી મૂકી રહ્યાં છે. આમ થવાનું કારણ એ હતું કે એ બોલિવુડના કોઇ પરિવારમાંથી આવતી નહોતી. એટલે આઉટસાઇડર તરીકે ગણાઇ હતી. જો કે આમ છતાં એણે સારી એવી સફળતા પ્રાપ્ત કરી હતી. એ એમ માનતી હતી કે એના નાકનો આકાર કોઇ અભિનેત્રીને શોભે એવો નથી એટલે એણે નાકની પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી.તાજેતરમાં એણે ઇન્સ્ટાગ્રામ પર હ્યુમન ઑફ મુંબઇ નામે પોતાની સંઘર્ષકથા આલેખી હતી જેને સારો આવકાર સાંપડયો હતો.  હાલ શિલ્પા એક ટીવી ચેનલ પર સુપર ડાન્સર શોમાં જજ તરીકે સેવા આપી રહી છે. 

(5:59 pm IST)
  • આઈએસઆઈનું હવે પછીનું નિશાન જમ્મુ હોવાનો ધડાકો : ૬ સભ્યો વિડીયોગ્રાફી કરતાં ઝડપાયા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનું હવે પછીનું નિશાન જમ્મુ વિભાગમાં આવેલ લશ્કરી અને મહત્વના સ્થળો હોવાનો મોટો ધડાકો થયો છે : પોલીસ દ્વારા નેસ્ત નાબુદ કરવામાં આવેલ ૬ સભ્યોના જાસૂસી મોડ્યુલની પૂછપરછ દરમિયાન આ વાત બહાર આવી છે : તાજેતરમાં પકડાયેલા ૪ પાકિસ્તાની જાસૂસોની પૂછપરછ ચાલુ છે : જમ્મુ બહાર આવેલ રતનુચક વિસ્તાર આસપાસના લશ્કરી મથકની વિડીયોગ્રાફી કરતાં પકડાઈ ગયેલ મુસ્તાક અહેમદ મલિક અને નદીમ અખ્તરની પૂછપરછના આધારે એજન્સીઓએ સદ્દામ હુસૈન, સફદર અલી, મોહમ્મદ સલીમ અને અબ્દુલ કરીમને ઝડપી લીધા છે : આ લોકો ઉધમપુર અને રોડા પંથકમાં હિઝબુલ મુઝાહીદ્દીનનું નેટવર્ક ઉભુ કરી રહ્યા હતા access_time 5:48 pm IST

  • ભાવનગરમાં જેસરના પારડી ગામે બુટલેગરો બન્યા બેફામઃ દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલોઃ પોલીસે ૨ રાઉન્ડ ફાયરીંગ કર્યું access_time 3:36 pm IST

  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST