Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ક્રિસ-4માં સાઈન થઇ પ્રિયંકા ચોપરા

મુંબઈ: ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા સુપરહીરો ટાઇપની ક્રીશ સિરિઝની ચોથી કડીમાં ટોચના અભિનતા રિતિક રોશન સાથે ચમકવાની છે. ફિલ્મ રિતિકના હોમ બેનરની એટલે કે રાકેશ રોશનની છે. અગાઉ પ્રિયંકાએ ઐતરાઝ ફિલ્મમાં વેમ્પ ટાઇપનો રોલ કર્યો હતો. એની કારકિર્દી હજુ પૂરેપૂરી સ્થિર નહોતી ત્યારે ક્રીશની એક કડી કર્યા બાદ રાતોરાત પ્રિયંકા લિસ્ટની અભિનેત્રી ગણાતી થઇ ગઇ હતી. ત્યારબાદ એણે કદી પાછું વાળીને જોયું નથી. ઔએ દિવસો યાદ કરતાં ટોચના ફિલ્મ સર્જક સુભાષ ઘાઇ કહે છે કે સમયે હું ઐતરાઝ કરી રહ્યો હતો. એક દિવસ મને રાકેશ રોશને રાત્રિ ભોજન પર બોલાવ્યો અને ક્રીશ માટે હીરોઇન બાબતમાં મારો અભિપ્રાય પૂછ્યો. મેં તરત પ્રિયંકાનું નામ આપ્યું. રાકેશે મને વિનંતી કરી કે તમારી ઐતરાઝનાં થોડાં દ્રશ્યો મને દેખાડશો કે ? મેં હા પાડી અને દ્રશ્યો જોઇને રાકેશે તરત પ્રિયંકાને સાઇન કરી લીધી. ત્યારપછી જે બન્યું ગઇ કાલનો ઇતિહાસ છે. હવે પ્રિયંકા ક્રીશની ચોથી કડી કરવાની છે એવા સમાચારને ફિલ્મ સર્જક અને હીરોઇનબંને તરફથી સમર્થન મળ્યું હતું. પ્રિયંકાની એબીસી ટીવી ચેનલની ક્વોન્ટિકો સિરિયલ હવે પૂરી થવા આવી છે. એની ત્રીજી અને છેલ્લી સીઝન લગભગ પરાકાષ્ઠા પર છે. પૂરી થતાં પ્રિયંકા સ્વદેશ પાછી ફરશે અને સલમાન ખાન સાથે ભારત તથા રિતિક રોશન સાથે ક્રીશ ફોર કરશે એવી જાણકારીને સમર્થન સાંપડયું હતું.

(3:58 pm IST)