Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડમાં એક ગીત પાછળ ખર્ચાયા 5.5 કરોડ

મુંબઈ: અભિનેતા અર્જુન કપુર અને અભિનેત્રી પરિણીતી ચોપડા સ્ટારર ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં કેટલાક લવ સોંગ્સ છે. અત્યારે ફિલ્મને લઈને એવા અહેવાલ સામે આવ્યા છે કે ફિલ્મના એક ગીતના શુટિંગ માટે આશરે . કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મના ડાયરેક્ટર અને કો-પ્રોડયુસર વિપુલ શાહે જણાવ્યુ કે, તેમનુ અત્યાર સુધીનું શુટ કરવામાં આવેલ સૌથી મોંઘુ ગીત છે. આપને જણાવી દઈએ કે, નમસ્તે ઈંગ્લેન્ડનું ગીત તૂ મેરી મેં તેરાના શુટિંગમાં ૧૧ દિવસ લાગ્યા અને પાછળ કુલ . કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગીત ફિલ્મનો એક મહત્વનો ભાગ મનાઈ રહ્યુ છે. જેમાં અર્જુન અને પરિણીતીને પંજાબથી લંડન સુધી યાત્રા કરતા દર્શાવવામાં આવ્યા છે. મેકર્સના જણાવ્યા મુજબ, તેમણે પહેલા રીસર્ચ કર્યુ અને યાત્રા માટે એક ઈન્ટરેસ્ટિંગ રુટ નક્કી કર્યો. ગીતમાં આશરે ૧૮થી ૨૦ લોકેશન્સ દર્શાવવામાં આવ્યા છે. 

(3:55 pm IST)