Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

૧૩ વર્ષ બાદ અક્ષય કુમાર ફરી હિટ જોડી સાથે ચમકશે

અબ્બાસ મસ્તાન સાથે કામ કરવા માટે તૈયાર : અક્ષય કુમાર ૨૫ દિવસ માટે ફિલ્મને લઇ શુટિંગ કરશે

મુંબઇ,તા. ૮ : બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર ૧૩ વર્ષ બાદ ફરી એકવાર ખિલાડી ફિલ્મના નિર્દેશક જોડી સાથે કામ કરનાર છે. આ અંગે અક્ષય કુમારે તૈયારી દર્શાવી છે. હિટ જોડીની સાથે કામ કરવાને લઇને બન્ને આશાવાદી છે. એવા હેવાલ આવી રહ્યા છે કે કેટલાક પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેલા અક્ષય કુમારે અબ્બાસ મસ્તાનના નિર્દેશનમાં બનનાર ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ ગઇ છે. અબ્બાસ મસ્તાન સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. અબ્બાસ મસ્તાનના નિર્દેશનમાં બનેલી એતરાજ ફિલ્મમાં તે છેલ્લે અક્ષય કુમાર જોવા મળ્યો હતો. મિડિયા હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સ્ક્રીપ્ટ અક્ષય કુમાર વાંચી ચુક્યો છે. તેને પટકથા ખુબ પસંદ પડી છે. ફિલ્મમા ૧૨ પાત્રો રાખવામાં આવ્યા છે. એવી આશા છે કે આ ફિલ્મને લોકો ખુબ પસંદ કરનાર છે. આને શુટ કરવા માટે અક્ષય કુમાર તેના વ્યસ્ત કાર્યક્રમ હેઠળ ૨૫ દિવસ કાઢનાર છે. જો કે પટકથા પર અક્ષય કુમારે સ્પષ્ટ રીતે કામ કરવાની તૈયારી દર્શાવી નથી. આ પહેલા અક્ષય કુમાર અબ્બાસ મસ્તાની સાથે ખિલાડી, એતરાજ અને અજનબીમાં નજરે પડ્યો હતો. એટલુ જ નહી એક વર્ષમાં અનેક ફિલ્મો કરવા માટે જાણીતા રહેલા અક્ષય કુમારે હાલમાં પોતાની નવી ફિલ્મ ગોલ્ડના શુટિંગને પૂર્ણ કરી લીધી છે.

 ગોલ્ડ ફિલ્મમાં તેની સાથે મૌની રોય નજરે પડનાર છે. સારી બાબત એ છે કે અબ્બાસ મસ્તાન સાથે અક્ષયે જે ફિલ્મો કરી છે તે તમામ બોક્સ ઓપિસ પર સારી સફળતા મેળવી ગઇ છે. રોલ પણ જોરદાર હોય છે. અબ્બાસ મસ્તાન સાથે પોતાની ફિલ્મના સંબંધમાં અક્ષય તરફથી કોઇ વાત કરવામાં આવી નથી.

(12:51 pm IST)
  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST