Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રોમાન્ટીક હોરર ફિલ્મ માટે આદિત્યએ વધાર્યુ વજન

અભિનેતા આદિત્ય રોય કપૂર નિર્દેશક મોહિત સૂરીની રોમાન્ટીક હોરર ફિલ્મ 'મલંગ' કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે બિલકુલ અલગ જ અંદાજમાં જોવા મળવાનો છે. પોતાના પાત્રને ન્યાય આપવા આદિત્ય વજન વધારી રહ્યો છે.  આદિત્ય રોય કપૂરે આ પહેલા ફિલ્મ ફિતૂર માટે વજન વધાર્યુ હતું. પણ મલંગ માટે તેને ખુબ વધુ વજન વધારી બોડી બનાવવી જરૂરી છે. દસ કિલો વજન વધારશે. આદિત્ય કહે છે મલંગ એક ડાર્ક થ્રિલર ફિલ્મ છે. જેમાં પ્રેમ કહાની પણ સામેલ છે. કોઇ રોમાન્ટીક ફિલ્મને થ્રિલર અને રિવેન્જ ડ્રામામાં મેળવી દેવાઇ હોય તેવું કંઇક જોવા મળશે. હું ખુબ ઉત્સાહિત છું કે પહેલી વખત એકશન હીરો તરીકે કામ કરવાની તક મળી છે. આ ફિલ્મમાં આદિત્ય બે અલગ-અલગ રોલમાં જોવા મળશે. જેમાં એક યુવાન અને બીજો આધેડ હશે. ફિલ્મમાં તેની સાથે દિશા પાટની, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ છે.

 

(9:56 am IST)