Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ટીવી અભિનેત્રી તાન્યાએ કર્યા બોયફ્રેન્ડ સાથે લગ્ન

વધુ એક ટીવી અભિનેત્રી લગ્ન બંધને બંધાઇ ગઇ છે. લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી તાન્યા ગુપ્તાએ લગ્ન કરી લીધા છે. તે લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ રહેલા સૂરજ સાથે પરણી ગઇ છે. સૂરજે માલદિવમાં તાન્યાને ખુબ જ રોમાન્ટીક અંદાજમાં પ્રપોઝ કર્યુ હતું. એ પછી બંનેના ઘરમાં લગ્નની શરણાઇઓ ગુંજી હતી.

તાન્યાના લગ્નની કેટલીક તસ્વીરો વાયરલ થઇ હતી. જેમાં બંને  ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તાન્યાએ મહેંદી લગાવેલા હાથની તસ્વીરો પણ પોસ્ટ કરી છે. આ બંનેના લગ્નમાં તારક મહેતાના પોપટલાલ એટલે કે શ્યામ પાઠક ખાસ હાજર રહ્યા હતાં અને શુભકામના પાઠવી હતી. તાન્યાએ આ શોમાં પત્રકાર પોપટલાલ સાથે કામ કર્યુ હતું. તાન્યાને બોયફ્રેન્ડ સૂરજે માલદિવમાં કઇ રીતે પ્રપોઝ કર્યુ હતું તે પણ તેણે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટકર્યુ છે.

(9:55 am IST)