Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મમાં રણબીર કપૂર બનશે લૂંટારુ

મુંબઇ:  રણબીર કપૂર નવ વરસ બાદ યશરાજ ફિલ્મસ સાથે કામ કરતો જોવા મળશે. તે યશરાજની ગામી ફિલ્મમાં ધાડપાડુની ભૂમિકામાં જોવા મળશે. તેણે પોતાની પ્રાથમ હિટ ફિલ્મ બચના એ હસીનો પણ યશરાજ સાથે કરી હતી. હવે છેક નવ વરસ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. '' શમશેરા એક એવી ફિલ્મ છે જેની હુ વરસોથી રાહ જોતો હતો. હું નાનપણાથી જ કમર્શિયલ હિંદી સિનેમાને જોઇને મોટો થયો છું. તેા મારા મનમાં હીરોની એક ઇમેજ હતી. આ ફિલ્મમાં હું મારી કલ્પનામાં હતું તે બધુ જ હું કરી શકીશ. મારા માટે આ રોમાંચકારી પ્રોજેકટ છે. કરણ મને સંપૂર્ણ રીતે મારા કમ્ફર્ટ જોનમાંથી બહાર લઇ આવશે અને હું આ પડકાર ઝીલવા માટે તૈયાર છું, તેમ રણબીર કપૂરે પોતાની ફિલમ બાબત વાત કરતાં કહ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ આ વરસના અંતમાં શરૃ થાય તેવી સક્યતા છે અને ૨૦૧૯ના મધ્યમાં પુરુ કરવાની યોજના છે. જોકે રણબીરની ફિલમો હાલ રૃપેરી પડદે ઝાઝી કમાણી કરતી નાથી તેાથી તેને હવે એક સફળ ફિલ્મની તાતી જરૃર છે.
 

(3:55 pm IST)