Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

અશ્વિની અય્યરની ફિલ્મમાં નજરે પડશે આલિયા ભટ્ટ

મુંબઈ:ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે બરેલી કી બરફી જેવી હિટ ફિલ્મ આપનારી અશ્વિની આયર તિવારી સાથે મંે બેઠક કરી હતી ખરી. તાજેતરમાં એવી વાતો વહેતી થઇ હતી કે અશ્વિની આલિયાને લઇને બરેલી કી બરફીની સિક્વલ બનાવવાનું વિચારી રહી છે. 
આલિયાએ આ સમાચારને અર્ધું સમર્થન આપતાં કહ્યુ ંહતું કે મારી અશ્વિની સાથે બેઠક થઇ હતી ખરી પરંતુ એ બરેલી કી બરફીની સિક્વલ માટે હતી કે અશ્વિનીના મનમાં બીજો કોઇ પ્રોજેક્ટ છે એની મને ખબર નથી. 
અમારી બેઠક થઇ હતી અને એમાં એક નવા પ્રોજેક્ટની વાત હતી ખરી. એની પાસે એક સરસ સક્રીપ્ટ છે અને મને એ કથા ગમી છે એટલે કદાચ અમે સાથે કામ કરીશું. આથી વધુ હાલના તબક્કે હું તમને કશું કહી શકવાની સ્થિતિમાં નથી. હાલ આલિયા ત્રણ મહત્ત્વની ફિલ્મોમાં ચમકી રહી છે. કરણ જોહરની સુપરહીરો ટ્રિલોજીની પહેલી કડી બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર સાથે ચમકી રહી છે તો અન્ય ટોચના કલાકાર રણવીર સિંઘ સાથે ઝોયા અખ્તરની ગલી બૉય્ઝ કરી અને હાલ કરણ જોહરની જ કલંકમાં વરુણ ધવન અને અન્યો સાથે ચમકી રહી છે.

(3:53 pm IST)