Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

દર્શકો હવે મને સ્વીકારી ચુકયા છેઃ નેહા પેન્ડસે

અનેક ટીવી સિરીયલોમાં કામ કરી લોકચાહના મેળવી ચુકેલી અભિનેત્રી નેહા પેન્ડસે હાલમાં ખુબ જ લોકપ્રિય શો ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભીનું પાત્ર નિભાવી રહી છે. ચાહકોએ તેને આ પાત્રમાં સ્વીકારી લીધી છે. નેહા કહે છે હું ટ્રોલર્સના નિશાન પર સતત રહેતી હોઉ છું. પરંતુ હવે હું તેને અવગણતા શીખી ગઇ છું. ગયા વર્ષે જ શાર્દુલ બાયસ સાથે લગ્ન કરનાર નેહા અગાઉ મે આઇ કમઇન મેડમ શોને કારણે વધુ જાણીતી બની હતી. તેણે જેની સાથે લગ્ન કર્યા છે એ શાર્દુલના અગાઉ બે વખત છુટાછેડા થઇ ગયા છે. આ કારણે પણ નેહાને ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ તે કહે છે મને કોઇ ફરક પડતો નથી. ભાભીજી ઘર પર હૈ શોના પોતાના રોલ વિશે તે કહે છે કે અનિતા ભાભી તરીકે સોૈમ્યા લોકોના દિલમાં છે, મારે આ પાત્રમાં સવા મહિનાથી વધુનો સમય થઇ ગયો હોઇ હવે દર્શકો મને સ્વીકારી ચુકયા છે. નેહા કહે છે ઓછી ફી અહિ સામાન્ય વાત છે. પણ તમે તમારી અભિનય ક્ષમતા સાબિત કરી દો તો માંગ્યા દામ તમારા કામ માટે મળવા માંડે છે.

(10:12 am IST)