Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

'યોર ઓનર'... આવી રહી છે બીજી સિઝન

ગયા વર્ષે ડિજીટલ પ્લેટફોર્મ સોની લિવ પર 'યોર ઓનર' નામની સિરીઝ આવી હતી. આ સિરીઝ ઇઝરાયલની કવોડો નામની થ્રિલર સિરીઝની ઓફિશિયલ રિમેક હતી. જેનું નિર્દેશન મનોજ બાજપાઇને લઇને શૂલ ફિલ્મ બનાવનારા ઇ. નિવાસે કર્યુ હતું. યોર ઓનરની કહાની બિશન ખોસલા નામના જજની આસપાસ છે. તેનો પુત્ર હિટ એન્ડ રનના કેસમાં ફસાય છે.જજ સંબંધને વધુ મહત્વ આપે છે કે પછી પુત્રને બચાવે છે એ મુખ્ય મુદ્દો હતો. નામાંકિત વ્યકિતઓ પોતાના પરિવારના કોઇ ફસાયા હોય તો તેમને બચાવવા કઇ કઇ રીતે કાયદા તોડી શકે છે તે પણ પહેલા ભાગમાં બતાવાયું હતું. જીમ્મી શેરગીલે જજ બિશન ખોસલાનો રોલ ખુબ સારી રીતે નિભાવ્યો હતો. મિતા વશિષ્ઠ, કિરણ શેખોન, વરૂણ બડોલા, કાશી સમથાર અને યશપાલ શર્મા મુખ્ય ભુમિકામાં છે. બીજી સિરીઝ હવે ટૂંકા સમયમાં જોવા મળી શકે તેમ છે. આ સિરીઝનું નિર્માણ સ્કેમ ૧૯૯૨, અનદેખી અને ક્રિમીનલ જસ્ટીસ બનાવનારા એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા થઇ રહ્યું છે.

(10:11 am IST)
  • કોરોના સંક્રમણની રાજકોટ શહેર - જિલ્લામાં અતિભયજનક સ્થિતિ થતી જાય છે : ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 31 લોકોના સરકારી ચોપડે દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકો ફફળી ઉઠ્યા : આજ સવાર સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 267 બેડ ઉપલબ્ધ access_time 10:10 am IST

  • રાજકોટમાં કોરોનાઍ બપોર સુધીમાં બેવડી સદી ફટકારીઃ ૨૦૦ કેસ : શહેરનો કુલ આંક ૨૧,૨૦૨ઍ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૯૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૦.૩૦ ટકા થયો access_time 2:04 pm IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST